તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મુક્ત:કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો, ટ્વિટ કરીને જાણકારી આપી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગત 2જી મેના રોજ કોરોના પોઝિટિવ આવતાં હાર્દિક પટેલ હોમ આઈસોલેટ થયા હતા

રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની મહામારીથી હાહાકાર મચ્યો છે. સામાન્ય લોકોની સાથે સાથે નેતાઓ, ડોક્ટરો, પોલીસકર્મીઓ સૌ કોઈ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એવામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોરોના સંક્રમિત થઈ ગયા હતાં. 2જી મેના રોજ હાર્દિક પટેલે પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. હવે આજે તેમનો કોરોનાનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે.

હાર્દિક પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આજે મારો કોરોનાનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું સંપૂર્ણ સ્વસ્થ છું. કોરોનાના કહેરમાં મારા પિતાજી મારાથી દુર થઈ ગયાં છે. તેમનું નિધન થયું છે. આપ સૌને મારી વિનંતી છે. માસ્ક પહેરજો અને એકબીજાની મદદ કરજો. પર્યાવરણની સંભાળ રાખજો, એક વૃક્ષ ઘર પાસે અથવા ગામમાં જરૂર વાવો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી

હાર્દિક પટેલના પિતાનું કોરોનાને કારણે અવસાન
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પુત્ર હાર્દિક પટેલ દ્રારા તેમના અંતિમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવિડ ગાઈડલાઈન મુજબ કરવામા આવ્યાં હતાં.

હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો