તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસની રજુઆત:કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કહ્યું, ગામડાના સરપંચોને વિશેષ સત્તા આપો જેથી તેઓ કલેક્ટર પાસેથી કામ કરાવી શકે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પટેલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
હાર્દિક પટેલ ( ફાઈલ ફોટો)
  • સરપંચોએ પોતાના ગામમાં વધારેમાં વધારે ટેસ્ટિંગ થાય અને તમામને વેક્સિન મળે તે માટે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવી પડશે.
  • ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણ શરૂ થાય એટલે વધુને વધુ કેસ અને મૃત્યુના આંકડા વધી શકે છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે મચાવેલી તબાહીમાં સરકાર ઊંઘતી ઝડપાઇ ગઈ હતી. પરિણામે ત્રીજી લહેરની શકયતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે આગોતરા આયોજનની સાથે ખાસ માસ્ટર પ્લાનની તૈયારી શરૂ કરી છે. જેમાં સરપંચ થી માંડીને સાંસદ અને કલેકટર થી લઈને કમિશનરને સાથે રાખી છેવાડાના ગામથી શહેરો સુધીની વ્યવસ્થા અને જરૂરિયાત માટેની સમીક્ષા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વિટર પર ટ્વિટ કરીને સરકારને કહ્યું છે કે ગામડામાં સરપંચોને વિશેષ સત્તા આપવામા આવે જેથી તેઓ મહત્વના કામમાં કલેક્ટર પાસેથી કામ કરાવી શકે.

હાર્દિક પટેલે ટ્વિટ કરીને રજુઆત કરી
હાર્દિક પટેલે ટ્વિટ કરીને રજુઆત કરી

અત્યારના સમયમાં સરપંચ જ ગામની સરકાર છે
હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના મહામારીને લઈને જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના ટેસ્ટિંગ ઓછા થવાને લીધે મહામારીમાં વધારો થયો છે. આવા કપરા સમયે સરપંચોએ પોતાના ગામમાં વધારેમાં વધારે ટેસ્ટિંગ થાય અને તમામને વેક્સિન મળે તે માટે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવી પડશે. અત્યારના સમયમાં સરપંચ જ ગામની સરકાર છે. જેથી સરકારને મારી વિનંતી છે કે સરપંચોને વિશેષ સત્તા આપવામાં આવે. જેથી ગામમાં મહત્વના નિર્ણયો પર તેઓ કલેક્ટર પાસેથી કામ કરાવી શકે.

ગામના સરપંચોએ આ સમયમાં મહત્વની જવાબદારી નિભાવવી પડશે
ગામના સરપંચોએ આ સમયમાં મહત્વની જવાબદારી નિભાવવી પડશે

યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી સંક્રમણ વધ્યું
કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં ગામડાઓ પણ ઝપેટમાં આવી ગયાં હતાં. જેના પરિણામે સુવિધાના સાધનો, ઓછી હોસ્પિટલ અને દવાઓની અછતને કારણે ગામડાઓમાં કોરોનાના કેસો અને મોતની સંખ્યા વધી ગઈ હતી.કોરોનાને કાબુમાં લેવા માટેની ખાસ ગાઈડલાઈન મુજબ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ મહત્વની હોય છે. ત્યારે ગામડાઓમાં યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો હતો. પરિણામે કોરોનાનું સંક્રમણ વધી ગયું તેની સામે સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામુહિક આરોગ્ય કેન્દ્ર પર નિર્ભર રહેવું પડયું હતું. ત્યાં પણ દવાઓ અને ડોક્ટરની અછત જોવા મળતી હતી.

સુવિધાઓના અભાવને કારણે જ ગામડાઓ સંક્રમિત થયાં
સુવિધાઓના અભાવને કારણે જ ગામડાઓ સંક્રમિત થયાં

ગ્રામ્ય વિસ્તારમાં પુરતી આરોગ્ય સુવિધા હોતી નથી
ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણ શરૂ થાય એટલે વધુને વધુ કેસ અને મૃત્યુના આંકડા વધી શકે છે, કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં પુરતી આરોગ્ય સુવિધા હોતી નથી. ગામડામાંથી શહેરમાં દર્દીને લાવવા માટે મુશ્કેલી ઉભી થાય છે, કારણ કે શહેરોની હોસ્પિટલ શહેરના દર્દીઓથી ઉભરાઇ રહી છે. આ સંજોગોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મારૂં ગામકોરોના મુક્ત ગામ નામનું અભિયાન 1લી મે થી શરૂ કર્યું છે.પરંતુ ગામડા ની જનતા સ્વયંભૂ વ્યવસ્થા કરી રહ્યા છે.

સારવારના અપૂરતાં સાધનોને કારણે ગામડાંની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે
સારવારના અપૂરતાં સાધનોને કારણે ગામડાંની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે

ગામડાંની સ્થિતિ વધુ ગંભીર બની
અમદાવાદમાં કોરોનાની પ્રથમ લહેર દરિમયાન મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા વિજય નેહરાની કેટલીક કામગીરી મુદ્દે નારાજગી હોવાથી તેમની બદલી કરીને ગ્રામ વિકાસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા. જ્યારે હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં શહેરોની સાથે ગામડાં પણ વધુ સંક્રમિત બન્યાં છે, ખાસ કરીને ત્યાં વધતા જતા કોરોનાના કેસોને કારણે દર્દીઓની સ્થિતિ બગડી રહી હતી, કેમ કે ટાંચા સાધનો અને સારવારના અપૂરતાં સાધનોને કારણે ગામડાંની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.