પ્રતિબંધ સામે પ્રહાર:નૉનવેજના વેચાણ પર પ્રતિબંધ મુદ્દે હાર્દિક પટેલ બોલ્યા-'ભાજપ-RSS દ્વારા નાના વેપારીઓ અને દુકાનદારોની આજીવિકા સમાપ્ત કરવાનો પ્રયાસ છે'

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શા માટે ભાજપ હંમેશા અમારા અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે છે?: હાર્દિક પટેલ

રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ પર પ્રહાર કર્યા છે, તેઓ જણાવ્યું કે, મને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભાજપ અને સરકારની ટોચની નેતાગીરી મલ્ટીનેશનલ કંપનીઓ અને નોન વેજ ફૂડ આઈટમ્સ વેચતી ફાસ્ટ ફૂડ ચેઈન્સ સાથે અમુક પ્રકારની મોટી નાણાકીય વ્યવસ્થા કરી છે.

ગુજરાતમાં કેટલીક મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા ખાદ્યપદાર્થોના વેચાણને નિયંત્રિત કરવા માટેનો તાજેતરનો વટહુકમ વાસ્તવિકતામાં ભાજપ અને આરએસએસ દ્વારા આપણા નાના વેપારીઓ અને દુકાનદારોની આજીવિકા સમાપ્ત કરવાનો એક પ્રયાસ છે.

જો કે તેઓ ભૂલી ગયા કે આપણે આપણી સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતા છીએ અને ખોરાક પણ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. બાબાસાહેબના બંધારણ સામે ભાજપ પાસે શું છે? એવું લાગે છે કે તેઓ ગાંધીજી, સરદાર પટેલ, નેહરુજી, શહીદ ભગતસિંહ દ્વારા વ્યાખ્યાયિત કરાયેલા ભારતના વિચારમાં માનતા નથી. શા માટે ભાજપ હંમેશા અમારા અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે છે?

અન્ય સમાચારો પણ છે...