અમદાવાદમાં દિગ્વિજય સિંહ:'એમેઝોનની રૂ. 8546 કરોડની લીગલ ફી ચૂકવવા મામલે સુપ્રીમ કોર્ટમાં જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ'

અમદાવાદ24 દિવસ પહેલા
દિગ્વિજય સિંહની પ્રેસ કોન્ફરન્સની તસવીર
  • 130 કરોડના નાગરિકોમાં 4 કલાકની મુદત સાથે લોકડાઉન આપ્યું
  • મોદીની નજર નાના અને મધ્યમ ઉદ્યોગોથી મોટા ઉદ્યોગો પર ગઈ છે

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આજે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતેથી પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા હતા. જેમાં તેમણે કેન્દ્ર સરકારની ઈ-કોમર્સ નીતિ, જીએટી, નોટબંધી તથા લોકડાઉનના ઉતાવળભર્યા નિર્ણય પર આકરા પ્રહાર કર્યા હતા.

ઈ-કોમર્સ નીતિથી નાના-મધ્યમ વેપારીઓને નુકસાન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, આજે દેશમાં જે સ્થિતિ છે તેનાથી ગુજરાત વાકેફ છે. મોદીની નજર નાના અને મધ્યમ ઉદ્યોગોથી મોટા ઉદ્યોગો પર ગઈ છે. ઈ-કોમર્સ માટે પ્રધાનમંત્રી પહેલા મોદીની શું વિચારતા હતા અને પ્રધાનમંત્રી બન્યા બાદ શું વિચારે છે. કોંગ્રેસના શાસનમાં તેઓ જ ઈ-કોમર્સ નીતિનો વિરોધ કરી રહ્યા હતા. નાના અને મધ્યમ વેપારીઓને મોટું નુકસાન થયું છે. આજે મોટા ભાગના લોકો ઓનલાઇન માધ્યમથી ખરીદી કરી રહ્યા છે.

દિગ્વિજય સિંહની પ્રેસ કોન્ફરન્સની તસવીર
દિગ્વિજય સિંહની પ્રેસ કોન્ફરન્સની તસવીર

GSTમાં મહત્તમ 2 સ્લેબ હોવા જોઈએ
તેમણે વધુમાં કહ્યું કે, RBIના આંકડા મુજબ 27 લાખ કરોડની કરન્સી માર્કેટમાં છે. GST માટે કોંગ્રેસ પ્રેરિત પ્રયત્ન કર્યા હતા. GSTમાં 5થી 6 સ્લેબ છે જે મહતમ 2 હોવા જોઈએ. પેટ્રોલિયમ અને આલ્કોહોલને GSTથી અલગ રાખવામાં આવ્યા છે. જ્યાં નેટવર્ક ના હોય ત્યાં ઓનલાઇન GSTના કારણે મુશ્કેલી આવી રહી છે.

130 કરોડના નાગરિકોમાં 4 કલાકની મુદતમાં લોકડાઉન કોંગ્રેસ નેતાએ કહ્યું, આજે આપણે કોરોનાનો સામનો કરી રહ્યા છીએ. 130 કરોડના નાગરિકોમાં 4 કલાકની મુદત સાથે લોકડાઉન આપ્યું. મજૂરોની હાલત ખરાબ થઇ ગઈ. MSME અને નોટબંધીથી લઈને કોરોના સુધી 4 લાખ નાના અને માધ્યમ ઉદ્યોગ પૂરા થઈ ગયા. લોકડાઉન આવતા સ્થિતિ હજુ ખરાબ થઈ. 20 લાખ કરોડનું પેકેજ આપ્યું જેમાં નાના અને મધ્યમ ઉદ્યોગને કંઈ ના મળ્યું. મોટા સેક્ટરમાં બેલેન્સ સીટ સેટ કરવા ફાયદો થયો.

એમેઝોન વિવાદ મુદ્દે તપાસની માંગણી કરી
એમેઝોન વિવાદ વિશે વાત કરતા દિગ્વિજય સિંહે કહ્યું, 8546 કરોડ રૂપિયા એમેઝોને લીગલ ફિસ આપી છે. લીગલ ફી કોર્ટ ફી હોય અથવા એડવોકેટની ફી હોય શકે છે. એમેઝોન અને ફ્યુચર ગ્રુપના ઝઘડાને લઈને લાંચ આપી હોય શકે છે. તપાસ અમેરિકામાં શરૂ થઈ છે પરંતુ દેશમાં કોઈ તપાસ થઈ નથી. અમારી સરકાર પાસે માંગણી છે કે આ મામલાની તપાસ સુપ્રીમ કોર્ટમાં જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ. કયા કયા નેતાઓને કે વ્યક્તિઓને લાંચ મળી છે તે અંગે તપાસ થવી જોઈએ. મોદી નાના અને મધ્યમ વેપારીઓને પૂરા કરીને મોટા સેકટર માટે નીતિ બનાવી રહ્યા છે.

જ્યારે મોદી વિદેશ જાય ત્યારે મલ્ટી નેશનલ CEO સાથે જરૂર મુલાકાત કરે છે. કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે છે તે ખબર નથી. ફોર્ડ કંપની અહીંથી જાય છે જેનાથી 4-5 હાજર લોકો બેકાર થશે. નાના અને મઘ્યમ ઉદ્યોગના કારણે અનેક લોકો બેકાર થશે. આ લોકો આધાર કાર્ડ, GST અને FDI રિટેલના વિરોધી પણ હતા પરંતુ સત્તા મળતા બધું ભૂલી ગયા.