કોરોનાવાઈરસ / કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો, ક્યારેક ઓક્સિજન આપવો પડે છે

Congress leader Bharatsinh Solanki's health improves
X
Congress leader Bharatsinh Solanki's health improves

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 07:54 AM IST

અમદાવાદ. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતા તેમને વડોદરાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું તેમના પારિવારિક સૂત્રોનું કહેવું છે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, વડોદરામાં હોસ્પિટલમાં સારવારની કેટલીક મર્યાદાને કારણે તેમને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. 

ભરતસિંહ સોલંકીને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા પછી પણ એકપણ વખત તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા નથી તેવું સ્પષ્ટ તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોરોનામાં તેમની સારવાર વ્યવસ્થિત ચાલી રહી છે, તેમની તબિયત પણ સુધારા પર છે. કોઈક વાર તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેમને ક્યારેક ઓકિસજન આપવો પડે છે, પણ મંગળવારથી તેમની તબિયત સુધારા પર છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી