LPGના ભાવમાં અધધ વધારો:LPG સિલેન્ડરના ભાવ વધારાને લઈને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના ભાજપ સરકાર પર પ્રહાર, સરકારની 'ફેસ્ટિવલ મોંઘવારી ઓફર' ગણાવી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 મહિનામાં LPG સિલેન્ડરના ભાવમાં ₹206નો અધધ વધારો થયો: મોઢવાડિયા

આજે અમદાવાદમાં પેટ્રોલમાં ભાવ 29 પૈસા વધીને રૂ.100.04 પ્રતિ લિટર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં 84 પૈસા જેવો વધારો થયો છે. બીજીતરફ LPG સિલેન્ડરના ભાવ વધારાને લઈને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર પ્રહાર શરૂ કર્યા છે. તેઓએ ભાજપ સરકારની 'ફેસ્ટિવલ મોંઘવારી ઓફર' ગણાવી છે.

2014માં LPG સિલેન્ડરનો ભાવ રૂ. 410 હતો
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, દર તહેવારના આગળા દિવસે ભાજપ સરકાર જનતાને LPG સિલેન્ડરના ભાવ વધારાની ભેટ આપે છે. નવરાત્રીના આગળા દિવસે પણ LPG સિલેન્ડરના ભાવમાં ₹15 રૂપિયાના વધારાની ભેટ અપાઈ છે. આ પહેલા સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી ઉપર LPG સિલેન્ડરના ભાવમાં ₹25-₹25 નો વધારો કરાયો હતો. દિવાળી ઉપર હજી પણ ભાજપ સરકાર LPG સિલેન્ડરના ભાવમાં મોટો વધારો કરી શકે છે. વર્ષ 2021ના માત્ર 9 મહિનામાં LPG સિલેન્ડરના ભાવમાં ₹206નો અધધ વધારો જનતા ઉપર ઝીંકવામાં આવ્યો છે. વર્ષ 2014માં LPG સિલેન્ડરનો ભાવ ₹ 410 હતો, જે હવે ₹900 ની પાર થઈ ગયો છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે તહેવારો ઉજવવા દુસ્વાર થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...