N-95 માસ્કના ભાવ મુદ્દે રાજકારણ / કોંગ્રેસ નોન-ઇશ્યુ ને ઇશ્યુ બનાવવાં નિષ્ફળ પ્રયાસ કરી રહી છે: ભાજપ

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા.
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા.
X
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા.ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા.

  • કોરોનાની પરિસ્થિતિમાં કોઈના પણ વિરુદ્ધ જૂઠા આક્ષેપો કરવાં સહેલા છે, પરંતુ કામ કરવું અને જનસેવા કરવી એ અઘરું હોય છે : ભરત પંડ્યા
  • સરકારે N-95 માસ્કના ભાવ ઘટાડીને 65 રૂ. ફિક્સ કર્યા ત્યારે તેનો વિવાદ કરીને કોંગ્રેસ બે મોઢાની વાત કરી રહી છે: ભરત પંડ્યા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 10:16 PM IST

​​​​​​​અમદાવાદ. કોરોના વાયરસની મહામારી વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ‘ધમણ’ વેન્ટિલેટર, પરપ્રાંતિયોની વતન વાપસી મુ્દ્દે રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે અને  N-95 માસ્કની કિંમત વધુ વસૂલાઇ રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર વળતો આક્ષેપ કરતા કહ્યું છે કે કોંગ્રેસ સેવા-કાર્ય કરતી નથી એટલે કોઈપણ મુદ્દે વિવાદ ઉભો કરીને બેબૂનિયાદ આક્ષેપ કરવાનું કામ કરી રહી છે. કોંગ્રેસ non-issue ને Issue બનાવવાં નિષ્ફળ પ્રયાસ કરી રહી છે.
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિમાં કોઈના પણ વિરુદ્ધ બોલવું કે જૂઠા આક્ષેપો કરવાં સહેલા છે. ખરેખર તો કામ કરવું , સારું કરવું  અને જનસેવા કરવી એ અઘરું હોય છે. કોંગ્રેસ સેવા-કાર્ય કરતી નથી એટલે કોઈપણ મુદ્દે વિવાદ ઉભો કરીને બેબૂનિયાદ આક્ષેપ કરવાનું કામ કરી રહી છે. કોંગ્રેસ non-issue ને Issue બનાવવાં નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. દેશનાં કોઈપણ રાજ્યમાં N-95 માસ્ક 150 થી 250 રૂપિયામાં મળે છે. રાજ્ય સરકારે  N-95 માસ્કની કિંમત 65 રૂ. નક્કી કરીને બધાં લોકોને મળી શકે તે માટે અમૂલ પાર્લર દ્વારા વ્યવસ્થા ગોઠવી છે. એક બાજુ માસ્કમાં કાળા બજાર થાય છે, તેવાં કોંગ્રેસ આક્ષેપો કરી રહી છે, ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે N-95 માસ્ક ના 65 રૂ. ફિક્સ કર્યા ત્યારે તેનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ બે મોઢાની વાત કરી રહી છે, કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢવાનો પ્રયાસ કરીને તેનો વિવાદ-વિરોધ કરે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી