• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Congress In charge Raghu Sharma Said Frogs Come When It Rains, PM Modi At Commissioning Ceremony Of First Indigenous Aircraft Carrier At Cochin Shipyard

મોર્નિંગ ન્યૂઝ બ્રીફકેજરીવાલ આજથી બે દિવસ ગુજરાતમાં:PM મોદીની હાજરીમાં કોચિન શિપયાર્ડ પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનો કમિશનિંગ સમારોહ

એક મહિનો પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર, તારીખ 2 સપ્ટેમ્બર, ભાદરવા સુદ છઠ્ઠ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે PM મોદી કેરળમાં કોચીન શિપયાર્ડ ખાતે INS વિક્રાંત તરીકે પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરના કમિશનિંગ સમારોહમાં હાજરી આપશે
2) આજથી બે દિવસ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં, દ્વારકામાં દ્વારકાધીશનાં દર્શન કરશે અને જાહેરસભા સંબોધશે
3) અમદાવાદમાં ડ્રગ્સ અને મોંઘવારી સામે કોંગ્રેસની બે દિવસીય પરિવર્તન સંકલ્પ પદયાત્રાનો બીજો દિવસે, બાકી વિધાનસભા વિસ્તારમાં ફરશે
4) આજે અમદાવાદમાં માલધારી સમાજની બાપુનગરના ભીડભંજનથી ભદ્રકાળી મંદિર સુધી માલધારી વેદના રેલી
5) આજે સૌરાષ્ટ્ર યુનિ.માં ફાયનાન્સ કમિટીની બેઠક, AAPની યુવા પાંખની બિન જરૂરી ખર્ચ મંજૂર ન કરવા માગ
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) 'આપ'ને લઈ પુછાયેલા સવાલના જવાબમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું- વરસાદ પડે ત્યારે દેડકાઓ આવે છે, ચોમાસું પૂર્ણ થતાં પરત જતા રહે છે
નવસારીમાં કથિત મંદિર ડિમોલિશન મુદ્દે 'AAP' બાદ હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. સ્થાનિકોને ન્યાય અપાવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે, જેને પગલે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ આજે સર્કિટ હાઉસ ખાતે આવીને સ્થાનિકોને સાંભળ્યા હતા. ત્યારે પત્રકાર પરિષદમાં રઘુ શર્માએ 'AAP'નું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, વરસાદ પડે ત્યારે દેડકાંઓ આવે છે, ચોમાસું પૂર્ણ થતાં પરત જતા રહે છે.
વાંચો સમાચાર વિગતવાર
2) ગુજરાત સરકાર સામે CJIની કડક ટિપ્પણી, કહ્યું- તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ન તો UAPA કે ન POTA તેમ છતાં એક મહિલા 2 મહિનાથી કસ્ટડીમાં છે
ગુજરાત રમખાણ સાથે જોડાયેલાં રમખાણના મામલે સુપ્રીમ કોર્ટે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડને વચગાળાની રાહત આપતી અરજી પર ગુરુવારે સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે સોલિસિટર જનરલને પૂછ્યું- તિસ્તા વિરૂદ્ધ ન તો UAPA લગાડવામાં આવ્યો છે ન તો POTAનો કેસ નોંધાયો છે, તેમ છતાં 2 મહિનાથી કસ્ટડીમાં તમે તેમને રાખ્યા છે. શુક્રવારે બપોરે 2 વાગ્યે ફરી આ મામલે સુનાવણી થશે.
વાંચો સમાચાર વિગતવાર
3) ફરી સિદસરધામના પ્રમુખ બોલ્યા- 'વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાટીદારોને 50 ટિકિટ આપે, આંદોલનના શહીદોના પરિજનોને સરકાર નોકરી આપે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યના નાના મોટા સમાજ સૌ કોઈ ટિકિટની દાવેદારી કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રની સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ વાંસજાળિયાએ આગામી ચૂંટણીમાં ભાજપ પાસે પાટીદાર સમાજ માટે 50 ટિકિટની માગ કરી છે. સાથે પાટીદાર અનામત આંદોલન સમયે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને નોકરી આપવાની પણ સરકાર સમક્ષ માગ કરી હતી. અગાઉ પણ તેઓ ટિકિટની માગ કરી ચૂક્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
4) નર્મદાના નેત્રંગમાં ખાડાથી બચવા સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં કાર ડેમની ખાડીમાં ખાબકી; નિવૃત પોલીસ અધિકારીના પુત્ર-વહુ-પૌત્રી મોતને ભેટ્યાં
ભરુચ જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચે ઉબડ ખાબડ માર્ગના કારણે આખે આખો પરિવાર મોતને ભેટયો છે. રાત્રિના સમયે માર્ગ ઉપરના ખાડાને બચાવવા જતાં એક કાર બળદેવા ડેમની ખાડીમાં ખાબકી અને તેમાં બેઠેલા પતિ પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યા હતા. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતા પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે.
વાંચો સમાચાર વિગતવાર
5) ગુજરાતમાં જીવના જોખમે પરવાનાવાળો દારૂ લાવનારા કર્મચારીને સરકાર દૈનિક 110 રૂપિયા જ ભથ્થું આપે છે, કર્મચારીઓ આંદોલનના માર્ગે
ગુજરાતમાં જીવના જોખમે પરવાનાવાળો દારૂ લાવનારા કર્મચારીને સરકાર દૈનિક 110 રૂપિયા જ ભથ્થું આપે છે. નશાબંધી અને આબકારી વિભાગ ગૃહ વિભાગના ત્રણ પૈકીનો એક વિભાગ છે. વર્ષ 2006 સુધી આ ત્રણેય વિભાગમાં ગ્રેડ પેની સમાનતા હતી. જોકે વર્ષ 2006 બાદ પહેલા પોલીસ ખાતા દ્વારા અને વર્ષ 2014માં જેલ ખાતા દ્વારા કર્મચારીના પગારધોરણમાં સુધારો કરવાની રજૂઆત કરતાં પોલીસ અને જેલ ખાતાના કર્મચારીના પગાર ધોરણ સુધરી ગયા હતા, પરંતુ નશાબંધી ખાતાના કર્મચારીઓ છેલ્લાં 16 વર્ષથી એક જ પગાર સ્કેલમાં પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને આપવામાં આવતું ભથ્થું પણ વર્ષો જૂના નિયમો મુજબ જ અપાય છે. ત્યારે નશાબંધી ખાતાના કર્મચારીઓ હવે તેમના પગારધોરણમાં સુધારો કરવા માટે સરકાર સામે માગ કરી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
6) ડી ગેંગ પર 90 લાખનું ઈનામ, NIAએ પ્રથમ વખત તમામના લેટેસ્ટ ફોટા બહાર પાડ્યા, દાઉદની જૂની જ તસવીર જાહેર
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપની સાથે સંકળાયેલા લોકો વિશે માહિતી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે. NIAએ ગુરુવારે ઈનામની રકમનું લિસ્ટ જાહેર કર્યું છે. એમાં દાઉદ પર 25 લાખનું ઈનામ રાખવામાં આવ્યું છે. આ સિવાય છોટા શકીલની માહિતી આપવા પર 20 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર
7) દિલ્હીમાં ભાજપને ઝટકો, કેજરીવાલ સરકારે વિશ્વાસનો મત જીત્યો, સપોર્ટમાં મળ્યા 58 વોટ, વોટિંગથી ભાજપનું વોકઆઉટ
દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ થયાના ત્રણ દિવસ પછી ગુરુવારે કેજરીવાલ સરકારે વિશ્વાસનો મત જીતી લીધો છે. સરકારની તરફેણમાં 58 વોટ પડ્યા છે, જ્યારે ભાજપે વોટિંગથી વોકઆઉટ કરી દીધો છે. 70 સીટ ધરાવતી દિલ્હી વિધાનસભામાં AAPના 62 અને ભાજપના 8 ધારાસભ્ય છે.
વાંચો સમાચાર વિગતવાર
8) આઝાદ કિંગ મેકર બનશે કે મેદાનમાં ઉતરશે, 2014ની જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં કોંગ્રેસ ચોથા ક્રમે હતી, એમાં 26% મત ગુલામના સમર્થકોના હતા
દિલ્હીમાં રાજકારણની લાંબી ઇનિંગ રમ્યા બાદ કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ હવે ફરી જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં પોતાનો પગ મજબૂત કરવા માગે છે. સૂત્રોનું માનીએ તો આઝાદ 4 સપ્ટેમ્બરે પોતાની નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી શકે છે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે આઝાદ ઘાટીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરશે કે પછી 'કિંગ મેકર'ની ભૂમિકામાં રહેશે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1)USમાં ભારતીયે જ ભારતીય સાથે દુર્વ્યવહાર કર્યો કહ્યું- ડિસ્ગસ્ટિંગ ડોગ-ડર્ટી હિન્દુ, તારું ખરાબ મોઢું લઈને બધાની સામે ન આવ
2) જમ્મુ-કાશ્મીરમાં સેનાનો સપાટો, જૈશના 2 આતંકવાદી ઠાર, હજી પણ એક આતંકી છુપાયો હોવાના સમાચાર; અથડામણમાં એક નાગરિક ઘાયલ
3) ગૃહવિભાગની ટ્રાન્સફરમાં પણ વિચિત્ર ચીલો પડ્યો: એક જ દિવસમાં સોલા PI જાડેજાની બે વખત બદલી? પહેલા ACBમાં મૂક્યા ને કલાકોમાં કરાઈ ખસેડ્યા
4) ભચાઉ સામખીયાળી ધોરીમાર્ગ પરના રામદેવપીર નજીક ગાંધીનગરમાં કિશાન સંઘ વીજ દર ઘટાડાના સમર્થનમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન
5) ગાંધીધામમાં હપ્તાખોરો બેફામ, કાસેઝમાં ધંધો કરવા હપ્તો આપવો પડશે કહી બે શખ્સોએ યુવાનને માર માર્યો, ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ
6) ઉકાઇ ડેમ ખાતે કાર્યરત હાઈડ્રો પાવર યુનિટે ઓગસ્ટમાં માસિક 224 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કરીને 9 વર્ષ પહેલાનો રેકોર્ડ તોડ્યો
7) વલસાડની સરકારી ઈજનેરી કોલેજે પ્રદૂષણના પ્રશ્નનો ઉકેલ માટે ઓટોમેટિક ફોટો બાયો રીએક્ટર બનાવ્યું, રાષ્ટ્રીય એવોર્ડ સાથે 1 લાખનું ઈનામ અપાયું
8) સુરતમાં હિંદુ અને મુસ્લિમોએ મળીને શ્રીજીની આરતી કરી, આયોજકોએ કહ્યું; 'અમે 10થી વધુ વર્ષથી એકસાથે તહેવારોની ઉજવીએ છીએ'
9) જૂનાગઢમાં ઈચ્છા મૃત્યુની માગ કરનાર યુવકે વંથલી પોલીસ સ્ટેશન પાસે ફિનાઈલ ગટગટાવી લીધું, પોલીસે હોસ્પિટલ ખસેડ્યો

આજનો ઈતિહાસ
વર્ષ 1573માં આજના દિવસે અકબરે અમદાવાદ નજીક નિર્ણાયક યુદ્ધ જીતીને ગુજરાત પર કબજો કર્યો હતો.

આજનો સુવિચાર
સંસ્કાર ધનથી નથી મળતા, પરંતુ સારા માહોલમાંથી મળે છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...