તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં ખેડૂત આંદોલનના મંડાણ:અમદાવાદમાં ખેડૂતો આગેવાનોની અટકાયતના વિરોધમાં યુથ કોંગ્રેસે પોલીસ કમિશનરને આવેદન આપ્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આવેદન આપવા આવેલા યુથ કોંગ્રેસના સભ્યો - Divya Bhaskar
આવેદન આપવા આવેલા યુથ કોંગ્રેસના સભ્યો
  • આગામી સમયમાં રાકેશ ટિકૈત ગુજરાત આવે અને ખેડૂત આંદોલનને વાચા આપે તેવી ચર્ચા

26મી માર્ચે અમદાવાદમાં સંયુક્ત કિસાન મોરચાના આગેવાનો ભેગા થયા હતા અને ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનને વેગ આપવા ચર્ચા કરી રહ્યા હતા. ખેડૂત આગેવાનો દ્વારા આગામી સમયમાં રાકેશ ટિકૈત ગુજરાત આવે અને ખેડૂત આંદોલનને વાચા આપે તે અંગે પણ ચર્ચા થઈ રહી હતી. તે દરમિયાન અચાનક જ પોલીસે સ્થળ પર પહોંચીને ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી. જેના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ખેડૂત આગેવાનોની પ્રેસ કોન્ફરન્સ પહેલા અટકાયત
કેન્દ્રના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલાં ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેના વિરોધમાં યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકશાહી દેશમાં પોતાનો વિરોધ દર્શાવવાવનો અધિકાર નથી? શું પ્રેસ કોન્ફરન્સ પહેલા પોલીસની મંજૂરી લેવી પડે? શું કોરોના ચૂંટણીઓ અને નેતાઓની રેલીમાં ના નડ્યો? શું કોરોના આપને મેચ દરમિયાન હજારો લોકોને ભેગા કર્યા ત્યારે ના નડ્યો? આ તમામ બાબતો સાથે યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

પત્રકાર પરિષદના સ્થળ પરથી ખેડૂત આગેવાનોની અટકાયત
પત્રકાર પરિષદના સ્થળ પરથી ખેડૂત આગેવાનોની અટકાયત

નોંધનીય છે કે ગઈકાલે ખેડૂત આગેવાન યુદ્ધવીર સિંહ અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમણે 3 કૃષિ કાયદાઓથી ખેડૂતોને થતાં નુકસાન અંગે ચર્ચા કરવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પરંતુ પત્રકાર પરિષદમાંથી જ સંયુક્ત કિસાન મોર્ચાના આગેવાન યુદ્ધવીરસિંહ ઉપરાંત ગજેન્દ્રસિંહ, જે.કે.પટેલ, સુભાષ ચૌધરી, વાસુદેવસિંહ અને દશરથસિંહની પણ અટકાયત કરવામાં આવી હતી.

ખેડૂત આંદોલન મામલે ચર્ચા
મોટેરાના તપોવન સર્કલ ખાતે સંયુક્ત કિસાન મોર્ચાના સચિવ યુદ્ધવીર આવ્યા હતા. તેમની સાથે ધરતી પુત્ર ટ્રસ્ટના ગજેન્દ્ર સિંહ અને જગતાત ફાઉન્ડેશનના જે.કે.પટેલ પણ હાજર હતા. તમામ દ્વારા દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી હતી.કૃષિ બિલથી ખેડૂતો પર આવનાર સંકટ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી, તે દરમિયાન જ ચાંદખેડા પોલીસ દ્વારા ત્રણેય આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો