પુરવઠા સુધારણા યોજનાનું ઇ-ખાતમુહૂર્ત:કોંગ્રેસે પાણી માટે ડંકીના જ કામ કર્યાં, પશુધનની ગણતરી થતી જ નથી: CM

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 7 તાલુકા માટે 3 પાણી પુરવઠા સુધારણા યોજનાનું ઇ-ખાતમુહૂર્ત
  • સરકારે 15 વર્ષમાં 1.50 લાખ કરોડ વાપર્યાં, છતાં પાણી મળતું નથી: કોંગ્રેસ

અમદાવાદના 7 તાલુકા માટે 3 પાણી પુરવઠા સુધારણા યોજનાનું ઇ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ કોંગ્રેસે પાણી માટે ડંકીના જ કામ કર્યાં, પશુધનની તો ગણતરી પણ થતી નથી તેવી ટીકા કરી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ડો.મનિષ દોશીએ અમદાવાદના 24 ટકા વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. 15 વર્ષમાં 1.50 લાખ કરોડ જેટલી રકમ પાણી પાછળ વાપરી છતાં વોટર પોલિસી બનાવવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. સરકારે સરેરાશ માથાદીઠ 40 લીટર આપવાનો દાવો કરે છે, પણ કેટલાંક વિસ્તારમાં 10 લીટર કરતા પણ ઓછી માત્રામાં પાણી પૂરું પડાય છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, જે પાણી પુરવઠા બોર્ડ ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં નગણ્ય હતું તે જ પાણી પુરવઠા બોર્ડના સુદ્રઢ જળવ્યવસ્થાપન, વોટર સપ્લાય યોજનાઓ અને વોટરગ્રીડ જેવી સિદ્ધિઓના અભ્યાસ માટે દેશના અન્ય રાજ્યોના ઇજનેરો-તજ્જ્ઞો આવે છે, એવું વોટર મેનેજમેન્ટ આ સરકારે કર્યું છે. ભૂતકાળની કોંગ્રેસની સરકારે પાણીના આયોજન કર્યાં નહીં એટલે લોકોને પાણી ન મળવાને કારણે હિજરત કરવી પડતી હતી.

અન્ય સમાચારો પણ છે...