તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડનો આક્ષેપ:કોરોના વેક્સિન લેનારા દરેકનું નામ વેબસાઇટ પર મૂકવા કોંગ્રેસની માગ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કેટલાક ઉદ્યોગપતિઓ રસી લીધી હોવાનું કૌભાંડ

શહેરમાં કોરોના વેક્સિન લેનાર તમામ લોકોના નામ વેબસાઇટ પર જાહેર કરવા માટે કોંગ્રેસે માગ કરી છે. કોંગ્રેસના નેતા ડો.અમિત નાયકે એવો આક્ષેપ કર્યો છે કે, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફના નામે કેટલાક માલેતુજારોએ તેમના પરિવારને પણ પાછલા બારણે કોરોના વેક્સિન અપાવી દીધી છે. તેમણે કહ્યું કે આ કૌભાંડ અટકવું જોઇએ.

ઉલ્લેખની છે કે કોરોના વેક્સિનનો લાભ સૌ પ્રથમ માત્ર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ખાનગી હોસ્પિટલના કેટલાક માલિકો અને તેમના પરિવારજનો તેમજ કેટલાક ઉદ્યોગપતિઓ અને તેમના પરિવારજનોએ પણ વેક્સિન લીધી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. તેથી કોરોના મહામારીથી બચવા માટે સામાન્ય નાગરિકને હજુ સુધી વેક્સિન અપાઇ પણ નથી ત્યારે કેટલાક હોસ્પિટલોમાં પાછલા બારણે માલિકો, ઉદ્યોગપતિઓ અને તેમના પરિવારજનોને વેક્સિન અપાઇ રહી હોવાનો સીધો આક્ષેપ કરાઇ રહ્યો છે.

ત્યારે સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે એવી માગ સાથે અત્યાર સુધીમાં જેટલા પણ નાગરિકોને વેક્સિન મુકવામાં આવી છે, તેમના નામોની યાદી વેબસાઇટ પર મુકવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો