ફી ઘટાડા અંગે રજૂઆત:​​​​​​​કોંગ્રેસે સ્કૂલોમાં 25 ટકા ફી માફીના પરિપત્રની ફરી એક વાર માંગણી કરી, વર્ષ 2021-22નું શૈક્ષણીક સત્ર હજી યથાવત શરૂ થયું નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્કૂલોમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફી માફીની જાહેરાત કરી હતી. જેનો પરિપત્ર ના થતા કોંગ્રેસે સરકારને પત્ર લખીને 25 ટકા ફી માફીના પરિપત્ર જાહેર કરવા માંગણી કરી હતી. પરંતુ હજુ સુધી માંગણી પુરી ના થતા કોંગ્રેસે દ્વારા ફરીથી 25 ટકા ફી માફીના પરિપત્રની માંગણી કરવામાં આવી છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્ર લખીને જણાવ્યું છે કે, કોરોના વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. 14 મહિના કરતા વધુ સમયથી શૈક્ષણીક સંસ્થાઓનું કાર્ય સંપૂર્ણપણે બંધ હતું. શૈક્ષણીક સંકુલો/શાળાના સંચાલકોને વીજળી ખર્ચ, વહીવટી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, લેબોરેટરી ખર્ચ, સહિતના કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ થયા નથી. સાથોસાથ વર્ષ 2021-22નું શૈક્ષણીક સત્ર હજી યથાવત શરૂ થયું નથી ત્યારે, સામાન્ય-મધ્યમવર્ગના વાલીઓ પાસેથી સમગ્ર વર્ષની ફી વસૂલવાનો નિર્ણય કેટલે અંશે વ્યાજબી?

રાજ્યના તાત્કાલીન શિક્ષણમંત્રી વારંવાર માધ્યમો સમક્ષ 25 ટકા શાળા ફીમાં રાહત આપવાની જાહેરાત કરી ચૂક્યા છે પણ, આજદિન સુધી સરકાર તરફથી આ અંગે પરિપત્ર જાહેર થયો નથી અને પરિણામે શાળા સંચાલકો પૂરેપુરી ફી વસૂલવા માટે વાલીઓ પર દબાણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર તરફથી 25 ટકા ફીમાં રાહત અંગે પરિપત્રના અભાવે વાલીઓ અને સંચાલકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે, શૈક્ષણીક વાતાવરણ પર અસર થઈ રહી છે અને ખાસ કરીને જે તે શાળામાં અભ્યાસ કરતા બાળકોની માનસિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે. ફીમાં 25 ટકા રાહત તો એક બાજુ પણ મોટા ભાગની શાળાઓએ એડહોક ફી ના નામે વર્ષ 2021-22માં ઉંચી ફી વાલીઓ પાસે ઉઘરાવવાનું શરૂ કર્યું છે. હજુ સુધી ફી નિયમન સમિતિએ ફીના નવા ધોરણો જાહેર કર્યા નથી તે પણ ચિંતાનો વિષય છે.

મંદી-મોંઘવારી-મહામારીમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા આપણા ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારોને રાહત મળે, 25 ટકાની મૌખિક જાહેરાત હકીકત લક્ષી પરિપત્ર- રકારી આદેશ પ્રસિદ્ધ થાય તે માટે આપશ્રી તાત્કાલિક પગલા ભરશો.

અન્ય સમાચારો પણ છે...