તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Congress Delivers Mandate To Candidates' Houses Late At Night To Prevent Mutiny, Supporters Angry Over Ticket Issue Siddharth Patel, Arjun Modhwadia

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની ચૂંટણી:બળવાને ટાળવા કોંગ્રેસે મોડી રાત્રે ઉમેદવારોના ઘરે મેન્ડેટ પહોંચાડ્યા, ટેકેદારોને ટિકિટ મુદ્દે સિદ્ધાર્થ પટેલ, અર્જૂન મોઢવાડિયા રિસાયા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અર્જૂન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલની ફાઇલ તસવીર. - Divya Bhaskar
અર્જૂન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલની ફાઇલ તસવીર.
 • દિવસભર ટોળાં આવતાં નેતાઓએ બેઠકનુ સ્થળ બદલ્યું

કોંગ્રેસમાં પણ મ્યુનિ.ના ઉમેદવારોની પસંદગી મુદ્દે ભારે ખેંચતાણ થતાં આખરે મોડી રાત્રે ઉમેદવારનો ઘરે મેન્ડેટ પહોંચાડવામાં આવ્યા હતા. ઉમેદવાર નક્કી કરવા પાલડી ખાતેના કાર્યાલય પર મળેલી સિનિયર નેતાઓની બેઠક સમયે ટિકિટની માંગણી સાથે કાર્યકરોના ટોળેટોળા ઉમટી પડતાં કાર્યાલય બહાર બાઉન્સર ગોઠવવા પડ્યા હતા. ગાંધીનગરના એક ફાર્મ હાઉસમાં ઉમેદવારો નક્કી કરવા મળેલી બેઠક દરમિયાન યુવા નેતાઓ પહોંચી જતાં ફાર્મ હાઉસ બદલવું પડ્યું હતું.

શુક્રવારે 3 કલાક બેઠક ચાલવા છતાં અમદાવાદના ઉમેદવારો નક્કી ન કરી શકાતા ફરી ધારાસભ્યોને બોલાવાયા છે. એમ મનાય છે કે ધારાસભ્યો અને સંગઠન વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.સિનિયર નેતાઓના ટેકેદારોની ટિકિટ કપાતા સિધ્ધાર્થ પટેલ અ્ને અર્જૂન મોઢવાડિયા રીસાયા હતા, છેવટે ભરતસિંહ સોલંકી તેમને મનાવવા ગયા હતા. ઉમેદવારોની પસંદગીને મુદ્દે લાંબો સમય સુધી ખેંચતાણ ચાલુ રહેતા મોડી રાત સુધી કોંગ્રેસે યાદી જાહેર કરી ન હતી.

એક MLA પર ટિકિટનો વહીવટ કર્યાનો આરોપ
અમદાવાદમાંથી સતત ચૂટાતા એક ધારાસભ્યે ટિકિટો વેચી હોવાની વાત બહાર આવી છે. આ ધારાસભ્યએ તેમની ધરીને નેતાઓને ગોઠવતા મામલો વધુ ગુંચવાયો હતો. ઉપરાંત એક યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પણ છેલ્લા 48 કલાકમાં એક્ટિવ થયા હતા. કોંગ્રેસે રામોલમાં એક ઉમેદવારને સીધો ફોન કરી દીધો હોવાની વાત ચર્ચામાં હતી. આ ઉપરાંત અસારવામાંથી આયાતી ઉમેદવારને પસંદ કરવામાં આવ્યો હોવાની વાત વહેતી થતાં કાર્યકરો પ્રદેશ કાર્યાલય દોડી ગયા હતા અને દેખાવો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો