તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણામોનું એનાલિસિસ:શહેરી મતદારોમાં ભાજપને 'રામ' ફળ્યા, તો 'આપ'ને મળેલા પાટીદારોના સાથ સામે કૉંગ્રેસના 'મોંઘવારી'ના મુદ્દા ના ચાલ્યા

અમદાવાદ3 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 15 વર્ષથી ભાજપને જીતાડનાર મહાનગરપાલિકાના ભણેલા ગણેલા મતદારોએ ફરી એકવાર ભાજપને જ સાથ આપ્યો
 • કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતમાં રૂપાણી સરકારની કામગીરી એટલે કે 'વિકાસ'ને પણ મતદારો એ વધાવ્યો

રાજ્યની 6 મહાનગરપાલિકામાં ફરી એકવાર ભાજપનો ભવ્ય વિજય થતા રાજકીય પંડિતો પણ ચોંકી ઉઠ્યા હતા, કેમ કે, મોંઘવારીએ માઝા મૂકી હોવા છતાં પણ શહેરી મતદારોએ રામ ના નામે ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા હતા. આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારા પરિણામો સુરતમાં જોવા મળ્યા હતા. સુરતના પાટીદાર વિસ્તારમાં ના ભાજપ, ના કોંગ્રેસ, પણ આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો.

કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચારના નામે મત માંગ્યા હતા
કોરોના વચ્ચે ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે રામમંદિર અને મોદી સરકારની કામગીરીના નામે મત માંગ્યા હતા, જ્યારે કૉંગ્રેસ સહિતના પક્ષએ મોંઘવારી અને ભાજપના ભ્રષ્ટાચારના નામે મત માંગ્યા હતા, એટલું જ નહીં તમામ 6 મહાપાલિકામાં કંગાળ મતદાન થતા ભાજપ ને ભય ઉભો થયો હતો. પરંતુ EVM ખુલતા જ ભાજપનો વિજય થયો હતો એટલું જ નહીં કોંગ્રેસનો તો કરુણ રકાસ થયો હતો.

સુરતના પાટીદાર વિસ્તારમાં ના ભાજપ, ના કોંગ્રેસ, પણ આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો
સુરતના પાટીદાર વિસ્તારમાં ના ભાજપ, ના કોંગ્રેસ, પણ આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો

30 વર્ષથી હિન્દુત્વના નામે ભાજપને મત મળી રહ્યા છે
ગુજરાતમાં શહેરી મતદારોએ ફરી એકવાર ભાજપને સત્તાના સુકાન સોંપવાના કારણો અંગે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, શહેરી મતદારો છેલ્લા 15 વર્ષથી ભાજપનો પાલવ પકડીને જ ચાલી રહ્યા છે. જેમાં ભણેલા ગણેલા હોવા છતાં પણ મતદાન માટે વર્ષોથી નિષ્ક્રિય તો રહ્યા જ છે પણ મતદાન કરવામાં પણ ભાજપ સિવાયના પક્ષને સ્વીકારતા નથી, જેનું મુખ્ય કારણ તો નરેન્દ્ર મોદીનું નેતૃત્વ જ છે સાથે સાથે છેલ્લા 30 વર્ષથી હિન્દુત્વના નામે પણ ભાજપને મત મળી રહ્યા છે, કેમકે મોટા ભાગના શહેરી વિસ્તારોમાં કોમવાદનું ભૂત હજુ પણ ચાલી રહ્યું છે.

EVM ખુલતા જ ભાજપનો વિજય થયો હતો
EVM ખુલતા જ ભાજપનો વિજય થયો હતો

કોંગ્રેસના મોંઘવારીના મુદ્દાનું ગણિત ઊંધા પડ્યું
આ ચૂંટણીમાં એવું પણ ગણિત માંડવામાં આવી રહ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારાના કારણે ભાજપને પછડાટ મળશે પરંતુ બધા ગણિત ઊંધા પાડીને ફરી એકવાર ભાજપ નો વિજય થયો છે.
મહાનગરપાલિકાની ચૂંટણીથી ગુજરાતમાં પ્રવેશ મેળવનાર આમ આદમી પાર્ટીને સુરતના પાટીદાર મતદારોએ સાથ આપ્યો હતો. જેના લીધે સુરત મહાનગરપાલિકામાં ભાજપ અને કૉંગ્રેસ ને ટક્કર આપી ને 'આપ' ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

ભાજપે આ વખતે વિકાસની સાથે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો
સામાન્ય રીતે છેલ્લી કેટલીક ચૂંટણીઓથી ભાજપ વિકાસના મુદ્દે જંગમાં ઉતરી રહી છે પણ આ ચૂંટણીમાં ભાજપ વિકાસની સાથે હિન્દુત્વનો મુદ્દો પણ ચલાવીને વધુને વધુ બેઠકો કબજે કરવાનું પ્લાનિંગ કરી રહ્યું હતું.આ ચૂંટણીમાં ભાજપની ટક્કર એકલી કૉંગ્રેસ સામે નહીં, આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટી સાથે પણ લડત લડવાની હતી, તે સંજોગોમાં ભાજપ વિકાસની સાથે રામ મંદિર નિર્માણનો મુદ્દો ચલાવીને મત મેળવવાની કોશિશ કરતું જોવા મળ્યું હતું.

આ ચૂંટણીમાં ભાજપે વિકાસની સાથે હિન્દુત્વનો મુદ્દા ઉઠાવી જીત મેળવી
આ ચૂંટણીમાં ભાજપે વિકાસની સાથે હિન્દુત્વનો મુદ્દા ઉઠાવી જીત મેળવી

ભાજપના કાર્યકરો-નેતાઓ રામ મંદિર માટે ફરજિયાત દાન આપ્યું
અગાઉ ભાજપ દ્વારા જે ઉમેદવારી પસંદગી માટેના ફોર્મ આપવામાં આવ્યા હતા, તેમાં રામ જન્મભૂમિ તીર્થ માટેની નિધિમાં દાન આપ્યું છે કે નહીં તેવો સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના જે કાર્યકરો અને નેતાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડવા માંગતા હતા તેમણે રામ મંદિરના નિર્માણ માટે ફરજીયાત દાન આપવું પડ્યું હતું, કારણ કે દાન આપ્યાં વિના કોઇપણ કાર્યકર કે નેતાને ટિકીટ મળવાની સંભાવના ઓછી હતી, પરિણામ એવું આવ્યું છે કે, સંભવિત ઉમેદવારોએ રામ મંદિર માટે દાન આપવાની શરૂઆત કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો