AMCની સામાન્ય સભા:અમદાવાદ શહેરમાં રોગચાળો બેકાબૂ, સફાઈ અને પાણીની સમસ્યાને લઇ કોંગ્રેસના કાઉન્સિલરોએ રજૂઆત કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાગોર હોલમાં મળેલી મળેલી સામાન્ય સભામાં શહેરમાં રોગચાળો વકર્યો હોવાનો અને સફાઈ મુદ્દે , ચંડોળા અને બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમના તળાવની સફાઈ મુદ્દે રજુઆત થઈ હતી. કોંગ્રેસના કાઉન્સિર, અપક્ષના કાળુ ભરવાડે શહેરમાં પાણીની સમસ્યાને લઈને પણ રજુઆત કરી હતી.

ચંડોળા તળાવનો વિકાસ કરવા માગ
કોંગ્રેસના કાઉન્સિલર જમનાબેન વેગડાએ રજુઆત કરી હતી કે બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી અને ચંડોળા તળાવનો વિકાસ કરવામાં આવે. રાજ્ય સરકારમાં રજૂઆત કરવા અને પર્યટન સ્થળ બનાવી. કાંકરીયા તળાવ જેવુ નજરાણું બને. 12000 લોકો ત્યાં રહે છે તેઓને પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ. ચંડોળા તળાવની સફાઈ કરવામાં આવે. કુંભવેલ અને વનસ્પતિ ઊગી નીકળી છે અને દુર્ગંધ મારે છે.

હેલ્થ મેલેરિયા વિભાગ દ્વારા કોન્ટ્રાકટ છેલ્લા 10 વર્ષથી એક જ કંપનીને આપવામાં આવે છે. એક ઓરડામાં 8 રૂપિયામાં ભાવ લેખે આપીએ છીએ. દર વર્ષે ચોમાસું ચાલુ થાય તે પહેલા આપવાનું હોય પરંતુ કામગીરી હમણાં જ શરૂ થઈ છે. રોગચાળો વધે છે પરંતુ તેઓ દ્વારા દવા છાંટકાવ કરવામાં આવતી નથી. કોર્પોરેશનના અધિકારીઓ મળતીયાઓને કામ સોંપી અને બિલ ચૂકવવામાં આવે છે.

દરિયાપુર વોર્ડમાં એક મહિનાથી ખૂબ જ ગંદુ પાણી આવે છે
દરિયાપુરના કોંગ્રેસના કાઉન્સિલર નિરવ બક્ષીએ રજુઆત કરતા કહ્યું હતું કે દરિયાપુર વોર્ડમાં છેલ્લા એક મહિનાથી ખૂબ જ ગંદુ પાણી આવે છે. ઢગલાબંધ ફરિયાદ અધિકારીઓને ફોટો વિડીયો મોકલીએ છીએ. પાણીની પ્રાથમિક જવાબદારી છે. સ્વચ્છ અને પૂરતા પ્રેશરથી પાણી આપવું જોઈએ. શાહપુર વિસ્તારમાં હલીમની ખડકી મેટ્રો કામગીરીના કારણે લાયબ્રેરી અને જિમ તોડી નાખ્યા છે. જેથી ઝડપથી નવી બનાવવામાં આવે તેવી માંગ છે. કોટ વિસ્તારમાં સાંકડી ગલીઓ અને રસ્તા છે. પોળમાં ડામરના પ્રશ્ન બહુ છે. નાના પેચવર્ક કરવાના જરૂરી છે. ચિકનગુનિયા અને અન્ય રોગો વધ્યા છે. જે બાબતે ધ્યાન આપવું જરૂરી છે.

બોર બગડે ત્યારે બે- ત્રણ દિવસ પાણી વગર રહેવું પડે છે
અપક્ષ કાઉન્સિલર કાળુભાઈ ભરવાડે રજૂઆત કરતા કહ્યું હતું કે લાંભા વોર્ડમાં મોટી સમસ્યા છે. શહેરનો સૌથી મોટો વિસ્તાર છે અને ત્યાં પીવાના પાણીની મોટી સમસ્યા છે. મુખ્યમંત્રી છેવાડાના માનવીની ચિંતા કરે છે તો શહેરના આ વિસ્તારમાં સમસ્યા છે તો તેની ચિંતા કરી સમસ્યા દૂર કરે. બોર બગડે ત્યારે બે- ત્રણ દિવસ પાણી વગર રહેવું પડે છે. એક ટાંકી બનાવવા માટે રજુઆત કરી છે. જે ઝડપી પુર્ણ કરવામાં આવે. વોર્ડમાં 13 ગામ છે ત્યાં સુવિધાઓની જરૂરિયાત છે. લાંભા વિસ્તારમાં હવે ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે. આ વિસ્તારમાં શ્રમજીવીઓ રહે છે. લાઈટની પૂરતી સુવિધાઓ નથી. આ વિસ્તારમાં ટીપી ખુલતા મિતા મોટા ફ્લેટો બિલ્ડરોએ બાંધી દીધા છે અને બીયુ પરમિશન નથી લીધી જેથી પાણી કનેક્શન નથી મળતા. બિલ્ડરોએ મેઈન્ટેન્સ ખર્ચ વાપરી નાખ્યા છે. જેથી પાણી મળતું નથી.

ચીનની કંપનીના સ્માર્ટ પોલ કેમ લગાવવામાં આવ્યા છે?
ચાંદખેડાના કોંગ્રેસના કાઉન્સિલર રાજશ્રીબેન કેસરીએ કોર્પોરેશનના કમિશનર અને અધિકારીઓને સવાલ કરતા કહ્યું હતું કે ગત વર્ષે ચીન સાથે સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી લડાઈમાં ભારતના જવાનો શહીદ થયા હતા, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સાથે સંબંધો ઓછા કરી ચાઇનીઝ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો તો એ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ચીનમાં ખરીદી કરતા હતા. કોર્પોરેશન દ્વારા 38 કરોડના ખર્ચે સીજી રોડના ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે જેમાં બે કરોડના ખર્ચે ચીનની કંપનીના સ્માર્ટ પોલ કેમ લગાવવામાં આવ્યા છે ? એક વર્ષ પહેલાથી પોલ બંધ છે. અમદાવાદ શહેરના પૈસા છે ટેક્સ ભરીએ છીએ. ચીનથી આયાત કરેલા માલસામાનની વિગતો જાહેર કરવી. લઝાનીગ કોણ કરે છે અને અધિકારીઓએ માફી માગવી જોઈએ. કોર્પોરેશન કેમ ઠરાવ નથી કરતી કે ચાઈનથી કોઈ માલસામાન મંગાવવા ન જોઈએ.

અન્ય સમાચારો પણ છે...