મોર્નિંગ ન્યૂઝ બ્રીફPM એરપોર્ટના ટર્મિનલનું ઉદઘાટન કરશે:કોંગ્રેસે વધુ 46 મુરતિયા જાહેર કર્યા, શંકરસિંહ કોંગ્રેસમાં જોડાશે, ભાજપની રિપીટ થિયરી કેટલી કારગર નીવડશે?

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર, તારીખ 11 નવેમ્બર, કારતક વદ ત્રીજ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2નું ઉદ્ઘાટન કરશે
2) જામનગરના આકાશમાં વાયુસેના દ્વારા અનોખા કરતબો

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) કોંગ્રેસના વધુ 46 મુરતિયા જાહેર કર્યા, શંકરસિંહ 12મીએ કોંગ્રેસમાં જોડાશે; હું વિધાનસભા ચૂંટણી નહીં લડું- ઠાકોર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આજે ભાજપે 160 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 10 ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ભાજપની ટિકિટ ફાળવણીનું ગણિત: 40 પાટીદાર, 14 મહિલા, 10 બ્રાહ્મણ, 5 ક્ષત્રિય ઉમેદવારો ઊભા રાખી ભાજપે જ્ઞાતિનાં સમીકરણની સાથે યુવા નેતાગીરીને પ્રમોટ કરી
નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી ગયા તે પછી ગુજરાતમાં સત્તા તો ભાજપની રહી છે પરંતુ આઠ વર્ષમાં સરકાર કદી સ્થિર રહી શકી નથી. આનંદીબેનને પાટીદાર આંદોલન નડ્યું તો વિજય રૂપાણીએ કોવિડ મિસમેનેજમેન્ટનો ભોગ બનવું પડ્યું. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટની કામગીરી પણ અમુક મંત્રીઓના બફાટને લીધે સતત વિવાદમાં રહી. આવામાં ભાજપે 2022ની ચૂંટણી માટે જે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) PM મોદીના ફોને આપ્યું ઇન્ડિકેશન: ઝૂલતો પુલ પડ્યો અને કાનો પાણીમાં કૂદ્યો, લોકોની બચાવ કામગીરીએ અમૃતિયાને વિધાનસભાના દ્વારે પહોંચાડ્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ વચ્ચે ભાજપમાંથી કોને ટિકિટ મળશે એની આતુરતાનો અંત આવ્યો છે. ભાજપ દ્વારા આજે સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે સત્તાવાર રીતે ઉમેદવારનાં નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ભાજપની રિપીટ થિયરી કેટલી કારગર નીવડશે?: દક્ષિણ ગુજરાતમાં પાટીદાર આંદોલનના ઝંઝાવાતમાં પણ જીતેલા MLAને ફરી ટિકિટ, એન્ટિ ઈન્કમબન્સી વચ્ચે મંત્રીઓ મેદાનમાં
ભાજપ માટે ગુજરાત પ્રયોગશાળા માનવામાં આવે છે. ગુજરાત ભાજપમાં સતત નવા નવા પ્રયોગો થતા રહે છે. વિજય રૂપાણી સહિતનું મંત્રીમંડળ જ બદલી નાખવામાં પણ ભાજપે પ્રયોગ કર્યો હતો. મોટાભાગે નો રિપીટની થિયરીમાં ભાજપ માનતું હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં રિપીટ થિયરીનો અમલ કરવામાં આવ્યો હોય તેવું સામે આવી રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ટીમ ઈન્ડિયાનું ફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચુર, ભારતનો 10 વિકેટે નાલેશીભર્યો પરાજય, એલેક્સ હેલ્સ અને બટલરની તોફાની ફિફ્ટી
20 વર્લ્ડ કપ-2022ની બીજી સેમી-ફાઇનલ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એડિલેડમાં રમાઈ રહી ગઈ હતી. જેમાં ઇંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે ફાઈનલ રવિવારે 13 નવેમ્બરે પાકિસ્તાન-ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.
વાંચો સમાચાર વિગતવાર

6) માલદીવમાં આગમાં 9 ભારતીયો સહીત 10ના મોત, બિલ્ડિંગના ગેરેજમાં લાગી આગ; 9 લોકો હજી પણ ગુમ, 28નો બચાવ
માલદીવના માલે શહેરમાં ગુરુવારે એક બિલ્ડિંગના ગેરેજમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 ભારતીયો સહિત 10 લોકોના મોત થયા હતા. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. ગુરુવારે સવારે આગને કાબૂમાં લેવામાં આવી હતી, ત્યારબાદ આ માહિતી સામે આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

7) ટીમ ઈન્ડિયાએ હારમાં પણ રેકોર્ડ બનાવ્યો! સેમિફાઈનલમાં 10 વિકેટે હારી જનાર પહેલી ટીમ, રાહુલના ફ્લોપ શોથી માંડીને બોલર્સનું ખરાબ પ્રદર્શન હારના જવાબદાર
ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાંથી હવે બહાર થઈ ગઈ છે. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં ટીમને 10 વિકેટે શરમજનક પરાજય મળ્યો છે. T20 વર્લ્ડ કપના સેમિફાઈનલના ઈતિહાસમાં કોઈપણ ટીમને અત્યારસુધીમાં 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો નથી. ત્યારે ટીમ ઈન્ડિયા આજે પહેલી ટીમ એવી બની ગઈ છે, જેને T20 વર્લ્ડ કપના સેમિફાઈનલમાં 10 વિકેટે હાર મળી હોય.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) કહીં ખુશી કહીં ગમ: અમદાવાદમાં એક મંત્રી સહિત સીટિંગ MLA કપાયા, AMCના પૂર્વ મેયરથી લઈ ચાલુ કોર્પોરેટરને ભાજપે ટીકિટ આપી
2) આ રહી ભાજપની 160 ઉમેદવારની યાદી: સુરતમાં રિપીટ થિયરી, સૌરાષ્ટ્રમાં નવા ચહેરાની રાજનીતિ, તો અમદાવાદના ઘણા ધારાસભ્યોનાં પત્તાં કપાયાં
3) લો બોલો!: દિયોદરના ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે કહ્યું- 'ભાજપનું 100 ટકા મતદાન કરાવવાનું છે, મતદાર પાકિસ્તાનમાં હોય તો ત્યાંથી પણ લાવવાના છે'
4) ભાજપે મધુ શ્રીવાસ્તવની હવા કાઢી, VIDEO:ટિકિટ કાપી નાખી તોય દબંગ નેતાજી પાછા ના વળ્યા, હવે આ રીતે બદલાયા સૂર
5) કિંગ ચાર્લ્સ-III પર ઈંડાં ફેંકાયાં, ઈંડાં ફેંકનાર યુવકે કહ્યું- આ દેશ ગુલામોના લોહીથી બનાવાયો છે; 1986માં રાણી એલિઝાબેથ સાથે પણ આવી ઘટના બની હતી
6) અનિશ્વિતતાનો માહોલ, વોડાફોન-આઇડિયા સંકટમાં, 18 મહિનામાં 2.1 કરોડ યુઝર્સ ગુમાવ્યા
7) G20માં સામેલ નહીં થાય પુતિન, વેસ્ટર્ન લીડર્સના મહેણાંથી બચવા માટે લીધેલો ફેંસલો, યુક્રેનના ખેરસોનથી પાછળ હટી રશિયન સેના

આજનો ઇતિહાસ
1956- આજના દિવસે દેશની રાજધાની દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું હતું.

આજનો સુવિચાર
મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...