મોરબી દુર્ઘટનાની તપાસ સામે કોંગ્રેસના સવાલ:કોંગ્રેસના ભજપ સરકાર પર આકરા પ્રહાર, હાઇકોર્ટેના નિવૃત જજની આગેવાનીમાં તપાસ કરવામાં આવે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી દુર્ઘટના બાદ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી દુર્ઘટનાની તપાસ હાઈકોર્ટના નિવૃત જજની આગેવાનીમાં કરવામાં આવે તેવું પણ કોંગ્રેસ કહી રહી છે. એસઆઇટી યોગ્ય રીતે બનાવવામાં આવી નથી. સરકારી કર્મચારીઓ એસઆઇટીમાં રહીને તપાસ કરે તો આરોપીઓને બચાવવામાં આવી રહ્યા હોવાની શંકા સેવાઈ રહી છે.

એસઆઈટીની ટીમ પગાર લઈને કામ કરે છે
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અલોક શર્માએ મોરબીમાં પુલ તૂટતા મરણજનાર લોકોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે અને સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટેના નિવૃત જસ્ટિજના વડપણ હેઠળ તપાસ કરવામાં આવે. તંત્ર જવાબદાર લોકોને આરોપી બનાવે અને યોગ્ય તપાસ કરવામાં આવે. અત્યારે તે તપાસ કરનારા એસઆઈટીની ટીમ પગાર લઈને કામ કરે છે. તે યોગ્ય તપાસ કરે તેની શક્યતા નહિવત લાગી રહી છે. એસઆઈટીની ટીમમાં બે આઈએસ અને એક આઇપીએસ સહિત અન્ય અધિકારીઓ સરકારમાં જ ફરજ બજવતા હોવાથી તપાસ સરકારના ઈશારે થઈ શકશે તેવી આશંકા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ વ્યક્ત કરી હતી.

ઓફિસિયલ લેટર હજુ સુધી મળ્યો નથી
મોરબીમાં જે ઘટના બની છે તેમાં 200થી વધુ મૃત્યુના વિશે બતાવવામાં આવી રહ્યું છે. આ સરકાર આજ પણ ગુજરાત અને દેશની જનતાને ભ્રમિત કરવાની કામગીરી કરી રહી છે. કોંગ્રેસે પ્રહાર કર્યા કે, SIT જે બનાવી તે કોને બનાવી? કોણ મેમ્બર છે? તે સરકાર ફક્ત TWEETના માધ્યમથી લોકોને સંદેશો મોકલે છે. જોકે, ઓફિસિયલ લેટર હજુ સુધી મળ્યો નથી, જોકે, મીડિયાને કે અન્ય કોઈ પક્ષને આ લેટર આપવામાં આવ્યો નથી. જે લોકો મુખ્યમંત્રીના એક ફોનથી પગ પર ઉભા થઇ જાય તેવા લોકોનો SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મૃતકોનું પોસ્ટમોટર્મ કેમ કરવામાં આવ્યું નહીં
આ SITને તરત ભંગ કરવી જોઈએ તેવી અમે માંગ કરી રહ્યા છીએ. કોંગ્રેસ પાર્ટી માંગ કરે છે કે, હાઈકોર્ટ સૂઓમોટોનો ઉપયોગ કરી આ SITને તાત્કાલિક ખારીજ કરવામાં આવે. પ્રધાનમંત્રી કાલે મોરબી ગયા ત્યારથી જ અમે સમજી ગયા હતા કે તે ત્યાં ગયા માટે ગડબડ થશે. સાથે સાથે વાત કરીએ તો આટલા લોકો મરી ગયા તો કોઈનું પોસ્ટમોટર્મ કેમ કરવામાં આવ્યું નથી. અમને સરકારની નીતિથી અત્યારે ચિંતિત છીએ અને ઉમ્મીદ કરીયે છીએ આ ઘટનાને ACT OF GODનું નામ આપવામાં ના આવે અને આ જે ઘટના બની તેના પર નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...