મોંઘવારી વિરોધી યાત્રા:કોંગ્રેસના અમદાવાદ શહેર પ્રમુખે મોંઘવારી સામે યાત્રા યોજી, મત વિસ્તારમાં બેનરો સાથે ‘રાવણ’ ફેરવ્યો

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
નીરવ બક્ષીએ પોતાના મતવિસ્તારમાં મોંઘવારી વિરોધી યાત્રા યોજી - Divya Bhaskar
નીરવ બક્ષીએ પોતાના મતવિસ્તારમાં મોંઘવારી વિરોધી યાત્રા યોજી
  • શહેરમાં કોંગ્રેસ દ્વારા તમામ વૉર્ડમાં અત્યારે મોંઘવારી વિરોધી યાત્રાનું આયોજન થઈ રહ્યું છે

વધતી જતી મોંઘવારીને રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ તો કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા તમામ વૉર્ડમાં અત્યારે મોંઘવારી વિરોધી યાત્રા કાઢવામાં આવી રહી છે. આજે અમદાવાદ શહેર પ્રમુખે પોતાના મત વિસ્તારમાં મોંઘવારી યાત્રા યોજી હતી. જેમાં ખાસ રાવણના બેનર સાથે આજે યાત્રા યોજવામાં આવી હતી.

રાવણના કટઆઉટ અને બેનર સાથે મોંઘવારી વિરૂધ્ધ પ્રદર્શન
રોજ અલગ અલગ વૉર્ડમાં અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષી દ્વારા મોંઘવારી વિરોધી યાત્રા રાખવામાં આવે છે. જેમાં લોકો સુધી કોંગ્રેસ પક્ષ પહોંચી રહ્યું છે. ત્યારે આજે પ્રમુખ નીરવ બક્ષીએ પોતાના મતવિસ્તારમાં મોંઘવારી વિરોધી યાત્રા યોજી હતી. જેમાં રાવણના બેનર પણ રાખવામાં આવ્યા હતા.

મોંઘવારી વિરોધી સૂત્રો સાથે કોંગ્રેસનું પ્રદર્શન
મોંઘવારી વિરોધી સૂત્રો સાથે કોંગ્રેસનું પ્રદર્શન

મોટાભાગના વિસ્તારોમાં કોંગ્રેસે મોંઘવારી વિરોધી યાત્રા યોજી
રાવણ અને વધતી જતી મોંઘવારીનો રાક્ષસ છે. તે ઉદ્દેશ સાથે આજની મોંઘવારી વિરોધી યાત્રામાં રાવણ રાખવામાં આવ્યો હતો. અત્યાર સુધી શહેરના મોટા ભાગના વિસ્તારમાં આ મોંઘવારી વિરોધી યાત્રા કાઢી ચૂકી છે. હજુ બાકીના વિસ્તારમાં જ કાઢવામાં આવશે. આ યાત્રામાં અમદાવાદ શહેર પ્રમુખ સાથે સ્થાનિક વૉર્ડના પ્રમુખ અને કાર્યકરો જોડાય છે.

અન્ય સમાચારો પણ છે...