તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:અમદાવાદમાં કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારના બર્થ ડે પર વેક્સિનેશન કેમ્પમાં કાર્યકરોનો જમાવડો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શૈલેષ પરમારના જન્મ દિવસે કાર્યકરો ઉમટી પડ્યાં - Divya Bhaskar
શૈલેષ પરમારના જન્મ દિવસે કાર્યકરો ઉમટી પડ્યાં
  • જન્મ દિવસની શુભેચ્છા આપવાના ચક્કરમાં રસીકરણમાં વિલંબ થયો, લોકોની લાઈનો લાગી.
  • વેક્સિનેશન સેન્ટર પર આવેલા લોકો કોરોનાની બીજી લહેર ભુલી ગયાં.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. આ સમયે અમદાવાદ, સુરત અને રાજકોટમાં લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. હવે કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. ત્યારે લોકો ભાન ભુલીને બહાર નીકળી રહ્યાં છે. શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો જન્મ દિવસ હોવાથી આજે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં વેક્સિન લેનાર કરતાં કાર્યકરોની સંખ્યા વધારે જોવા મળી હતી. બીજી તરફ કોરોનાના તમામ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યાં હતાં. ધારાસભ્યને શુભેચ્છા પાઠવતા કાર્યકરોને કારણે વેક્સિનેશનમાં વિલંબ થયો હતો અને લાઈનો લાગી હતી.

રસીકરણ માટે આવેલા લોકોની લાઈનો લાગી
રસીકરણ માટે આવેલા લોકોની લાઈનો લાગી

શહેરના શાહે આલમ વિસ્તારમાં આવેલ સિલ્વર પાર્ટી પ્લોટમાં કોંગ્રેસના MLA ના જન્મદિવસ નિમિત્તે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાણીલીમડાના કોર્પોરેટર શેહઝાદ ખાને તમામ આયોજન કર્યું હતું. આ વેક્સિનેશન કેમ્પમાં વેક્સિન લેનાર વ્યક્તિઓ કરતા કાર્યકતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. MLA ને જન્મદિવસ શુભેચ્છા આપવાના ચક્કરમાં વેક્સિનેશન કાર્યકમમાં વિલબ થતાં લોકો ની લાંબી લાઈનો લાગી હતી.

કાર્યક્રમમાં લોકો જ કોરોનાનું ભાન ભુલ્યાં
કાર્યક્રમમાં લોકો જ કોરોનાનું ભાન ભુલ્યાં

ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવામાં લોકો કોરોનાનું ભાન ભૂલ્યા હતા. જેમાં કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા અને કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાડતા નજરે પડ્યા હતા. રાજકીય નેતાના જન્મદિવસના કાર્યકમમાં જો કોરોના સંક્રમણ ફેલાય તો રાજ્યમાં ત્રીજી લહેર આવી શકે છે. લોકોએ પોતાના સાથે બીજાના સ્વાસ્થ્યની ચિંતા કરીને આવી બેદરકારી ન દાખવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...