કાર્યવાહી:કોંગી MLA ગેરહાજર રહેતાં કોર્ટે જામીનલાયક વોરંટ કાઢ્યું, સોશિયલ મીડિયામાં બદનામીની ફરિયાદ કરી હતી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2019માં પણ સતત ગેરહાજર રહેતાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સામે વોરંટ કાઢવામાં આવ્યું હતું

2015માં સાેશિયલ મીડિયામાં બદનામીની ફરિયાદ કરનાર કાેંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ કાેર્ટમાં સતત ગેરહાજર રહેતા એડિશનલ ચીફ મેટ્રાેપાેલિટન મેજિસ્ટ્રેટ બી.એચ.ધાસુરાએ જામીનલાયક વાેરંટ કાઢી વધુ સુનાવણી 26 નવેમ્બરે રાખી છે.

વર્ષ 2015માં બાબુલાલ સૈયદે સાેશિયલ મીડિયામાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની રાજકીય કારર્કિદી વિશે ટિપ્પણી કરી હતી. આ મામલે ગ્યાસુદ્દીન શેખે વર્ષ 2015માં સાઈબર ક્રાઇમ પાેલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેની સુનાવણી 17 નવેમ્બરે હાથ ધરાઇ હતી ત્યારે આરાેપી હાજર થયાે હતાે પરંતુ ફરિયાદી ગ્યાસુદ્દીન શેખ હાજર રહ્યા નહાેતા.

એ વખતે આરાેપીના એડવાેકેટ ઇમ્તિયાઝ પઠાણે રજૂઆત કરી હતી કે, ફરિયાદી સતત કાેર્ટમાં ગેરહાજર રહે છે. અગાઉ વર્ષ 2019માં પણ સતત ગેરહાજરીના કારણે આ જ કાેર્ટે વાેરંટ કાઢ્યું હતું. આથી કાેર્ટે ફરિયાદી વિરુદ્ધ વાેરંટ કાઢવાનાે નિર્દેશ કર્યાે હતાે. સોશિયલ મીડિયામાં બદનામ કરવાના કેસમાં હાલમાં મેટ્રો કોર્ટ નં.11માં સુનાવણી ચાલે છે જેમાં હાલના તબક્કે કેસની સુનાવણી પુરાવા પર આવી છે. પરંતુ આ કેસના ફરિયાદી ગેરહાજર રહેતા હોવાથી કાનૂની કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...