તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Confusion Over Which Base Year To Take For School Fees For The New Academic Year; The Proposing School Can Increase The Fee By 5%, The Affidavit By 10%

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂંઝવણ:નવા શૈક્ષણિક વર્ષની સ્કૂલ ફી માટે કયું આધાર વર્ષ લેવું તે મુદ્દે ગૂંચવાડો; દરખાસ્ત કરનારી સ્કૂલ 5%, એફિડેવિટ કરનારી 10% ફી વધારી શકે

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક

શૈક્ષણિક વર્ષ 2021-22 માટે સ્કૂલો સંચાલકો ફી વધારા માટે આધાર વર્ષ તરીકે કયા વર્ષને ધ્યાને લેવું તેને લઇને અસમંજસ અનુભવી રહ્યાં છે. કારણ કે વર્ષ 2020-21 દરમિયાન સ્કૂલોને કોરોનાને કારણે કોઇપણ પ્રકારનો ફી વધારો ન કરવાનો આદેશ હતો. જો આધાર વર્ષ તરીકે 2020-21ને ધ્યાને લેવામાં આવે તો સ્કૂલો 5થી 10 ટકાનો વધારો કરી શકે છે, જ્યારે કે બેઝ વર્ષ 2019-20ને ધ્યાને લેવામાં આવે તો સ્કૂલો 20 ટકા કરતા વધુ ફી વધારો માગી શકશે. પરંતુ સંચાલકોના મતે શિક્ષણ વિભાગે આ મુદ્દે સ્પષ્ટતા કરવી જરૂરી છે.

શૈક્ષણિક વર્ષ 2021-22ના ‌વર્ષ માટે ફી વધારો કરવા માટેની ફાઇલો સ્કૂલોએ કેવી રીતે, ક્યાં આધાર વર્ષને ધ્યાને લઇને એફઆરસીમાં જમા કરાવવી તેને લઇને શિક્ષણ વિભાગે કોઇ સ્પષ્ટતા કરી નથી. સંચાલકોના મતે, આવનારા શૈક્ષણિક વર્ષમાં તમામ સ્કૂલો ફી વધારો કરશે, પરંતુ કેટલા ટકા કરવો તે એફઆરસી નક્કી કરશે. પરંતુ હાલમાં શિક્ષણ વિભાગે ફી નક્કી કરવા માટેની ફાઇલ સ્કૂલ સંચાલકોએ ક્યારે મુકવી તે જણાવ્યું નથી. અમદાવાદ એફઆરસીમાં હાલ ચેરમેનની જગ્યા ખાલી હોવાથી કમિટી કોઇ નિર્ણય લઇ શકે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો