શિક્ષણ:DPS ઈસ્ટને માન્યતા અંગે નિર્ણય ન લેવાતા ગૂંચવાડો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ નિયામકે નિર્ણય લેવાનો બાકી હોવાથી વાલીઓ અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવો કે નહીં તે જાણી શકતા નથી

ડીપીએસ ઇસ્ટની માન્યતા અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક કોઇ નિર્ણય ન લેતા હોવાથી વાલીઓ મૂંઝવણમાં છે. હાલમાં સ્કૂલ સંચાલકોએ કરેલી સ્કૂલની માન્યતા અંગેની અપીલ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં પડતર છે.

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરવા મુદ્દે ડીપીએસ - ઇસ્ટની માન્યતા રદ્દ કરાઇ હતી. પરંતુ ત્યારબાદ સ્કૂલે નવી માન્યતા માટે અરજી કરી હતી. સ્કૂલની માન્યતાની અરજી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નામંજૂર કરાઇ હતી, જેથી સ્કૂલે માન્યતા માટેની અપીલ પ્રાથમિક નિયામકની કચેરીમાં કરી હતી. પરંતુ ત્રણ મહિના જેટલો સમય થયો હોવા છતા પણ પ્રાથમિક નિયામકે સ્કૂલની અપીલ પર કોઇ નિર્ણય લેવાયો નથી.

ડીપીએસ- ઇસ્ટની સ્કૂલની માન્યતાની અરજી લાંબા સમયથી પડતર હોવાના મુદ્દે પ્રાથમિક નિયામક એમ.આઇ જોષીની પ્રતિક્રિયા માટે સંપર્ક કરાયો હતો. પરંતુ આ મુદ્દે પ્રાથમિક નિયામકનો સંપર્ક થઈ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...