તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્કૂલ સંચાલકોના મતે શિક્ષણની ગુણવત્તાને ચકાસવા અને યોગ્ય પરિણામ માટે નવ માસિક પરીક્ષાઓ ઓફલાઇન લેવાય. પંરતુ વાલીઓ ઓનલાઇન પરીક્ષાની માગ કરી રહ્યા છે. આ સમગ્ર મુદ્દે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા ન કરતા સંચાલકો અને વાલીઓમાં ગૂંચવાડો છે.
ધો.9 અને 11ના વર્ગો શરૂ થયા બાદ ઓફલાઇનમાં ઓછી હાજરી જોવા મળી રહી છે, આ બંને ધોરણોમાં ઓફલાઇન ક્લાસમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે સંચાલકોએ પણ પ્રયત્નો શરૂ કર્યા છે. ધો.9 અને 11ના વર્ગો શરૂ થયા બાદ સંચાલક મંડળમાં સૌથી વધુ ચર્ચા નવ માસિક પરીક્ષાને લઇને છે. સંચાલકોના મતે, ઓનલાઇન પરીક્ષામાં ઘણા ગેરરીતિ થઇ હતી. જે વિદ્યાર્થીઓ ઇ ગ્રેડ મેળવતા હતા, તેઓને ઓનલાઇન ક્લાસમાં એ ગ્રેડ મળતો થયો. આવનારા સમયમાં ઓફલાઇન પરીક્ષા લેવાવી જોઇએ. વાલીઓએ પણ આ બાબત સમજવી જોઇએ કે ઓફલાઇનને કારણે તેમના બાળકોનો પાયો મજબુત થશે અને સ્કૂલોને પણ ખ્યાલ આવશે કે બાળકો ક્યા કાચા પડે છે.
તમામ પરીક્ષા ઓનલાઇન લેવી જોઇએ
વાલી આગેવાન પ્રકાશ કાપડિયાએ જણાવ્યું કે, આ વર્ષે બાળકોને ઓનલાઇન અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓ પડી છે. તેથી સંચાલકોએ પણ પરીક્ષા પ્રત્યે કૂણું વલણ રાખવું જોઇએ. શિક્ષણ વિભાગે આ મુદ્દે તુરંત ઓનલાઇન પરીક્ષા લેવાશે તેની જાહેરાત કરવી જોઇએ. આ વર્ષે વાર્ષિક પરીક્ષા સિવાયની તમામ પરીક્ષાઓ ઓનલાઇન જ લેવાય તેવી જાહેરાત કરવી જોઇએ.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.