ઓનલાઇન ક્લાસના વિદ્યાર્થીઓને મૂંઝવતા મુદ્દા અને પરીક્ષાની તમામ માહિતી જાણી શકે તે માટે સર્વ શિક્ષા અભિયાન(એસએસએ)દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઇ છે. 079-23973614 નંબર પર તજજ્ઞ શિક્ષકો પાસેથી વિદ્યાર્થીઓ ઓનલાઇન ક્લાસ દરમિયાન ન સમજાયેલા મુદ્દાને શીખી શકશે, સાથે જ પરીક્ષાના પ્રશ્નપત્ર અને પદ્ધતિ વિશેની તમામ માહિતી પણ મેળવી શકશે.
સ્કૂલોમાં ન જઈ શકાતું હોવાથી શરૂ કર્યું
ઓનલાઇન ક્લાસમાં ઘણાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. સ્કૂલોમાં જવાતું ન હોવાથી તેમની મૂંઝવણનું નિવારણ થતું નથી. આ સ્થિતિમાં એસએસએ દ્વારા રાજ્યમાં હેલ્પલાઇન શરૂ કરી છે. જેથી વિદ્યાર્થીઓ સ્કૂલ સમય દરમિયાન ફોન કરીને માહિતી મેળવી શકશે. એસએસએ દરેક ડીઇઓને કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા હોમ લર્નિંગનો કાર્યક્રમ ચલાવાઇ રહ્યો છે. સાથે જ બોર્ડની પરીક્ષાનો સમય પણ જાહેર કરાયો છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને વિષયો અને પરીક્ષા અંગે કોઇપણ મૂંઝવણ ન રહે તે માટે શિક્ષકો ઘરે રહીને પણ હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીને માહિતી આપી શકશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.