એજ્યુકેશન:RTIના પ્રથમ રાઉન્ડમાં 58 હજાર સીટો પર પ્રવેશ કન્ફર્મ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલોને પ્રવેશ કન્ફર્મ કરવા વધુ 2 દિવસની મુદત

રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઈ)નો પ્રથમ રાઉન્ડ ગુરુવારે પૂરો થયો હતો. આ પ્રથમ રાઉન્ડમાં ફળવાયેલી કુલ 64,463 બેઠકમાંથી 58 હજાર બેઠકો પર પ્રવેશ કન્ફર્મ થયા હતા જ્યારે 6 હજાર જેટલી બેઠકો ખાલી રહી હતી.

ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો પર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવાની સરકારની ઓનલાઇન કેન્દ્રીય પ્રક્રિયામાં ગત 26મીએ પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષની કુલ 71,386 બેઠકોમાંથી 64,463 બેઠકો ફાળવી શકાઇ હતી. જ્યારે બાકી રહેલી બેઠકો વાલીઓની પસંદગીના અભાવે ખાલી રહી હતી.

આરટીઇના પ્રથમ રાઉન્ડમાં જે 64,463 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યા છે તેમાંથી ગુરુવાર સાંજ સુધીમાં 58 હજાર જેટલા બાળકોને પ્રવેશ કન્ફર્મ કરાવવામાં આવ્યા છે. આ સાથે પ્રાથમિક શિક્ષણ વિભાગે સ્કૂલોને કન્ફર્મ થયેલા પ્રવેશની વિગતો તેમના ઓનલાઇન પોર્ટલ પર સબમીટ કરવા માટે બે દિસવની મુદત આપી છે, જેથી કરીને પ્રવેશ કન્ફર્મની સંખ્યા હજુ વધી શકે તેમ છે. પરંતુ હાલના તબક્કે કુલ મળીને 13 હજારથી વધારે બેઠકો ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...