તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતરરાષ્ટ્રીય પરિષદ:GNLUમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર પરિષદ

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

આપણાં દેશમાં કોર્ટની કાર્યવાહી ઘણી ખર્ચાળ છે અને લાંબો સમય માંગી લે છે. તેમજ અદાલતો ઉપર પડતર કેસોનો ભારે બોજો છે. તેથી અદાલતોની બહાર વિવાદોના સમાધાન માટે પ્રયત્નો થવા જોઇએ. આ માટે લૉ કોલેજોએ ભવિષ્યના વકીલોને કૌશલ્ય વધારવા માટે તાલીમ આપવી જોઈએ. આર્બિટ્રેશન વિવાદના નિરાકરણની વધુ સારી પદ્ધતિ છે.

આમ ચાર્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્બિટ્રેટર્સના અધ્યક્ષ ડૉ. લલિત ભસીને જણાવ્યું હતું. GNLUમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વિવાદના નિરાકરણના ભવિષ્ય વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઇ હતી. જેમાં ભારત તેમજ વિદેશની લૉ યુનિવર્સિટીના તજજ્ઞો જોડાયા હતાં. ક્વીન મેરી યુનિવર્સિટી લંડનના લેક્ચરર ડૉ. મેરી મિત્સીએ વિવાદના નિરાકરણમાં બ્રિટિશ અને ગ્રીક પરિપ્રેક્ષ્ય પર વાત કરતાં જણાવ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિદેશી રોકાણના યોગદાનને વધારવાની જરૂર છે.

દેશના વિકાસ માટે ઇન્ફ્રા.ક્ષેત્રની પ્રગતિ થવી જરૂરી
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વિવાદોની શક્યતાઓને ટાળવા આવા પ્રોજેક્ટ્સ માટેના કરારોને અત્યંત કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે તે દેશના, અર્થતંત્રના, રોકાણકારોના અને સમાજના હિતમાં જરૂરી છે. - ભારતના સોલિસીટર જનરલ તુષાર મહેતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો