તહેવારોમાં છૂટનો વધુ એક નિર્ણય:રાજ્યમાં રાવણ દહન માટે શરતી છૂટ, 400 વ્યક્તિની મર્યાદામાં કરી શકાશે રાવણ દહન

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં 15 ઓક્ટોબરના રોજ દશેરા છે. દશેરાના તહેવાર નિમિત્તે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે રાવણ દહનને શરતી છૂટ આપી છે. રાવણ દહનની 400 વ્યક્તિઓ સાથે છૂટ આપવામાં આવી છે.

5 દિવસ પહેલા રાજ્યમાં સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો હતો. સરકારે આગામી 10 નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યો હતો. આઠેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. આમ આ તમામ 8 શહેરોની દિવાળી રાત્રિ કર્ફ્યૂ વચ્ચે પસાર થશે.

શેરી ગરબામાં 400 લોકોની મર્યાદા
આ પહેલા નવરાત્રી મામલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નહોતી.

લગ્ન પ્રસંગમાં 400 લોકોની છૂટ
લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી હતી. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

અન્ય સમાચારો પણ છે...