તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરમાનો પર પાણી ફરશે?:ધોરણ 12માં માસ પ્રમોશનથી હોશિયાર વિદ્યાર્થીઓમાં ડૉક્ટર કે એન્જિનિયર થવાના સપના રોળાવાની ચિંતાઓ

અમદાવાદ21 દિવસ પહેલા
જીલ પટેલ, હેલી વાઘેલા અને બીરેન ગજ્જર
  • અમે તો બોર્ડની પરીક્ષાને લક્ષ્યમા રાખીને 8થી 10 કલાક રોજ મહેનત કરતા હતાંઃ વિદ્યાર્થીઓ.
  • માસ પ્રમોશન બાદ સ્કૂલ પ્રમાણે માર્ક્સ અપાશે તો અમારી સાથે અન્યાય થશેઃ વિદ્યાર્થીઓ.

ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં ઘોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. પરંતુ માસ પ્રમોશન મળતાં કહીં ખુશી કહીં ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોરણ 12ની પરીક્ષાઓ રદ થતાં હોંશિયાર વિદ્યાર્થીઓને આગળના અભ્યાસની ચિંતાઓ સતાવી રહી છે. તેમણે બોર્ડની પરીક્ષા માટે અથાગ મહેનત કરી હતી. પરંતુ હવે પરિણામ સ્કૂલમાં મેળવેલા માર્ક્સના આધારે આપવામા આવશે તો તેમની સાથે અન્યાય થશે. કારણ કે ઈજનેરી, તબીબી અને MBA જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાના સપના પર પાણી ફરી ગયું છે.

વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યની ચિંતા થવા લાગી
હોશિયાર વિદ્યાર્થીઓ શરૂઆતથી બોર્ડની પરીક્ષાને લક્ષ્યમાં રાખીને જ તૈયારી કરતા હોય છે. હવે શિક્ષણ વિભાગ માસ પ્રમોશન બાદ પરિણામ જાહેર કરશે. પરંતુ પરિણામ ધોરણ 11 કે 12 માં સ્કુલની આપેલ પ્રીલિમરી પરીક્ષાના પરિણામના આધારે તૈયાર કરશે તો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે. ધોરણ 12ના અનેક એવા વિદ્યાર્થીઓ છે જે દિવસ રાત માત્ર બોર્ડની પરીક્ષા માટે જ મહેનત કરતા હતા અને હવે અંતે પરીક્ષા જ રદ કરી દેવામાં આવી છે. ત્યારે અનેક વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યની ચિંતા સતાવા લાગી છે.

પ્રીલિમરી પરીક્ષાના પરિણામના આધારે તૈયાર કરશે તો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે
પ્રીલિમરી પરીક્ષાના પરિણામના આધારે તૈયાર કરશે તો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે

અમારા સપના રોળાઈ જવાની અમને ચિંતા છે
ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીની હેલી વાઘેલાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે મારું સપનું છે કે મારે MBBS કરીને ડોક્ટર બનવું છે પરંતુ માસ પ્રમોશન આપવામાં આવ્યું તેના કારણે દુઃખ થાય છે. શરૂઆતથી જ બોર્ડને લઈને મહેનત કરી હતી. સ્કુલ કરતા પણ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી હતી. જો સરકાર સ્કુલની પરીક્ષાના આધારે માર્ક્સ આપશે તો અમને દુઃખ થશે. આખા વર્ષની મહેનત પાણીમાં જશે અમે બોર્ડ પર આધારિત હતા. અમારા સપના રોળાઈ જવાની અમને ચિંતા છે.

સ્વમુલ્યાંકન માટેનો કોઈ આધાર રહ્યો નથી
ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી બીરેન ગજ્જરે જણાવ્યું હતું કે રોજ 7 કલાકની મહેનત પહેલેથી કરી હતી અને એક છેલ્લા 1 મહિનાથી 7 કલાક કરતા વધુ સમય મહેનત કરી હતી. બોર્ડની પરીક્ષા માટે જ મહેનત કરી હતી અને હવે માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે તો સ્વમુલ્યાંકન માટેનો કોઈ આધાર રહ્યો નથી. MBA કરવાનું સપનું છે. સ્કુલ પ્રમાણે પરિણામ આપવામાં આવશે તો અમને નુકસાન જશે. 80 થી 90 ટકા આવે તે પ્રમાણેની મહેનત કરી હતી. પરંતુ હવે પરિણામ આવે તેની રાહ જોઈએ છે.

પરીક્ષા ના લેવાતા સ્કુલની પરીક્ષા પ્રમાણે માર્ક્સ આપશે તો નુકસાન જ થશે
પરીક્ષા ના લેવાતા સ્કુલની પરીક્ષા પ્રમાણે માર્ક્સ આપશે તો નુકસાન જ થશે

સારી કોલેજમાં એડમીશન લેવું હતું
જીલ પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારે સારી કોલેજમાં એડમીશન લેવું હતું પરંતુ હવે પરીક્ષા જ રદ થઇ તો કેવી રીતે પરિણામ આપશે. રોજ 8 કલાક મહેનત કરી હતી અને હવે બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરી હતી પરંતુ હવે પરીક્ષા ના લેવાતા સ્કુલની પરીક્ષા પ્રમાણે માર્ક્સ આપશે તો નુકસાન જ થશે.

અન્ય સમાચારો પણ છે...