સાયબર ક્રાઈમ:કોમ્પ્યુટર એન્જિનિયરે એક તરફી પ્રેમમાં સોશિયલ મીડિયામાં 4 ફેક ID બનાવ્યાં, યુવતીઓને હેરાન કરતો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં એક એન્જિનિયર યુવકે 4 ફેક આઈડી બનાવ્યા હતા. જે બાદ યુવતી અને તેની નાની બહેનને હેરાન કરવા લાગ્યો હતો. ફેક આઈડી બનાવીને પણ બંને બહેનોનો સોશિયલ મીડિયામાં પીછો કરતો હતો. જેથી યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે.

એક યુવતીએ અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી
ઇસનપુરમાં રહેતી એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યો શખસ ઇન્સ્ટાગ્રામ પર 4 અલગ અલગ ફેક આઈડી બનાવીને તેને અને તેની નાની બહેનને ખોટી રીતે હેરાન પરેશાન કરીને બદનામ કરવાનો પ્રયત્ન કરતો હતો. આ મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, ત્યારે ઇસનપુરમાં રહેતા અમિત વર્માએ જ ફેક આઇડી બનાવી મેસેજ કર્યા હોવાનું જાણવા મળતા આરોપીની ધરપકડ કરી હતી.

યુવતીની નાની બહેનના એકતરફી પ્રેમમાં હતો યુવક
આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, ફરિયાદી યુવતીની નાની બહેન સાથે આરોપીને એક તરફી પ્રેમ હતો. યુવતી આરોપી સાથે વાત કરતી નહોતી, જેથી ફેક આઈડી બનાવી આરોપી વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. આરોપીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કરેલો છે.

અન્ય સમાચારો પણ છે...