તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજિયાત ફી:LLM સેમ -2ની ફી ભરવા ફરજિયાત વિદ્યાર્થીઓને બોલાવાયા, કોરોનાને કારણે ફી ના ભરી શકતા વિદ્યાર્થીઓ માટે હજુ કોઈ નિર્ણય નહીં

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાં LLM સેમ -2વિદ્યાર્થીઓને ફી ભરવા માટે બોલાવવામાં આવ્યા - Divya Bhaskar
યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાં LLM સેમ -2વિદ્યાર્થીઓને ફી ભરવા માટે બોલાવવામાં આવ્યા
  • હોમ આઇસોલેટ કે ક્વોન્ટીન વિદ્યાર્થીઓએ પણ 7 તારીખ સુધી ફી ભરવાની રહેશે

કોરોનાની બીજી કહેર વચ્ચે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. યુનિવર્સિટી અને સ્કૂલોમાં અત્યારે વેકેશન આપી દેવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લૉ દ્વારા LLMના સેમેસ્ટર -2ની ફી લેવાની શરૂ કરવામાં આવી છે. 7 તારીખ સુધી વિદ્યાર્થીઓએ ફી ફરજિયાત ભરવાની રહેશે.

અનેક વિદ્યાર્થી કોરોના સંક્રમિત
હાલની પરિસ્થિતિમાં અનેક વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે અથવા અનેક વિદ્યાર્થીઓના ઘરમાં કોઈને કોરોના થયો છે તેવામાં ગુજરાત યુનિવર્સિટીના લૉ વિભાગમાં વિદ્યાર્થીઓ પાસેથી ફરજિયાત પરીક્ષા ફી લેવામાં આવી રહી છે.ફી ભરવાની તારીખ 7 મે સુધીની જ છે તે બાદ ફી ભરવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

હાલમાં વેકેશન ચાલી રહ્યું છે છતાં ફી ભરવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત ફી ભરવા કહેવાયું
હાલમાં વેકેશન ચાલી રહ્યું છે છતાં ફી ભરવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત ફી ભરવા કહેવાયું

ફી ન ભરી શકનારે યુનિવર્સિટી નિયમ મુજબ લેટ ફી આપવી પડશે
ડિપાર્ટમેન્ટ ઓફ લૉના ડાયરેકટર કે.સી.રાવલે જણાવ્યું હતું કે, અમારે ગુજરાત યુનિવર્સિટીના આદેશ પ્રમાણે કામ કરવું પડે છે. ગુજરાત યુનિવર્સિટી તરફથી પરિક્ષા માટેની ટેન્ટેટિવ તારીખ જાહેર કરવામાં આવી છે માટે ફી ભરાવવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ હાલ ફી ભરવા રૂબરૂ ના આવી શકે તેમની જગ્યાએ તેમનું મેડિકલ રિપોર્ટ લઈને અન્ય વ્યક્તિ આવી શકે છે, પરંતુ વિદ્યાર્થી કે તેના તરફથી કોઈ પણ 7 તારીખ સુધી ના ફીના ભારે તો બાદમાં યુનિવર્સિટીના નિયમ પ્રમાણે લેટ ફી લેવામાં આવશે. હજુ સુધી વિદ્યાર્થીઓને 7 તારીખ બાદ ફી ભરવા છૂટ આપવી કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી.

વિદ્યાર્થીઓને વેકેશનમાં ફી ભરવા બોલાવાયા
હાલની પરિસ્થિતિમાં અનેક વિદ્યાર્થીઓ કોરોનાને કારણે ફી ભરી શકવાને આવી શકે અથવા તેમના તરફથી કોઈ આવી શકે તેમ નથી ત્યારે આવી મહામારીમાં વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી લેવામાં આવી શકે છે. હાલ સ્કૂલ કોલેજોમાં વેકેશન હોવા છતાં વિદ્યાર્થીઓને ફી ભરવા ફરજિયાત બોલાવવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો