તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે:અમદાવાદ રેલવે સ્ટેશને સામાનનું ફરજિયાત સ્ક્રીનિંગ કરાવાતા પેસેન્જર્સ પરેશાન

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ રેલવે સ્ટેશનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
અમદાવાદ રેલવે સ્ટેશનની ફાઇલ તસવીર.
 • ખાનગી કંપની અલ્ટ્રાવાયોલેટ રેડિએશન કરાવવા સૂચન કરે છે
 • બેગને જંતુમુક્ત કરાવવાના બહાને 10 રૂપિયા ચાર્જ વસૂલે છે

અમદાવાદ રેલવે સ્ટેશન પર લગેજને જંતુમુક્ત કરવાનું જાણે ફરજિયાત હોય તે રીતે ખાનગી કંપનીના કર્મચારીઓ પેસેન્જરોને તેમના લગેજ અલ્ટ્રા વાયોલેટ રેડિએશનથી જંતુમુક્ત કરાવવા સૂચન કરે છે. એક બેગને જંતુમુક્ત કરવા બદલ તેઓ પેસેન્જર પાસે 10 રૂપિયા ચાર્જ વસૂલ કરે છે. ઘણીવાર તો આ પ્રક્રિયા જાણે ફરજિયાત હોય તે રીતે ખાનગી કર્મચારીઓ પેસેન્જરો સાથે રકઝક પણ કરે છે.

આ સુવિધા ફરજિયાત નથી અને જો કોઈ પેસેન્જર ઈચ્છે તો જ તે લગેજ અલ્ટ્રા વાયોલેટ રેડિએશનથી જંતુમુક્ત કરાવી શકે છે. ખાનગી કંપનીના કર્મચારીઓ પેસેન્જરોને બોલાવી ફરજિયાત લગેજ જંતુમુક્ત કરવા સૂચન ન કરી શકે. થોડા સમય પહેલા વિજિલન્સ વિભાગે આ ગેરરીતિ પકડી પાડી હતી. ખાનગી કંપનીના કર્મચારીઓની બળજબરી વિશે અગાઉ પણ ફરિયાદ મળતાં તેની સામે પગલાં લેવાયાં હતાં.

અલ્ટ્રા વાયોલેટથી 100 ટકા વાઇરસ મરતા નથી
ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડો. અનિલ ગુપ્તાના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં અનેક જગ્યાએ બેગ કે અન્ય વસ્તુઓને વાઇરસ મુક્ત કરવા કે જંતુમુક્ત કરવા માટે અલ્ટ્રા વાયોલેટ રેડિએશનનો ઉપયોગ કરાય, પરંતુ આ અલ્ટ્રા વાયોલેટ રેડિએશનથી 100 ટકા વાયરસ મરતા નથી કે નથી જંતુમુક્ત થતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો