હાટકેશ્વર બ્રિજમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે જે તે સમયે નિયુક્ત કરાયેલી એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે બ્રિજનું મોનિટરિંગ અને સુપરવિઝન કર્યું હતું. તેમણે આપેલા 20થી વધુ પ્રમાણ પત્રોમાં ટાંકવામાં આવ્યું હતું કે બ્રિજ નિર્માણની કામગીરીની તેમણે સમીક્ષા કરી છે તેમજ મટીરિયલની ગુણવત્તાના જરૂરી ટેસ્ટ પણ કર્યા છે જે માપદંડ અનુસાર છે.
આ ઉપરાંત બ્રિજ નિર્માણના દરેક તબક્કે નિરીક્ષણ થયું હોવાનું અને ડિઝાઈન તેમજ નિયત ગુણવત્તા મુજબ કામ ચાલી રહ્યું હોવાનું નોંધવામાં આવ્યું હતું. જેને આધારે જવાબદાર અધિકારીઓ દ્વારા બ્રિજ બનાવનારી કંપની અજય એન્જિનિયરિંગને લાખોનું પેમેન્ટ ચુકવાયું હતું. જોકે મટીરિયલ હલકી ગુણવત્તાનું હોવા છતાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને સુપરવિઝન કરતી કંપનીએ મિલીભગત કરી કૌભાંડ કર્યું હોવાની શંકા છે.
નિયમ મુજબ કોઈપણ બ્રિજ બને ત્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે ખાનગી કંપનીને કામ સોંપવામાં આવે છે. જેનું કામ મોનેટરિંગ, સુપરવિઝન અને ક્વોલિટી ગુણવત્તાભર છે કે કેમ તેની તપાસ કરવાની હોય છે. હાટકેશ્વર બ્રિજમાં પણ એસજીએસ કંપનીએ આ પ્રકારે તપાસ કરી મ્યુનિ. અધિકારીઓ સમક્ષ પ્રમાણપત્રો આપ્યા હતા જેમાં સબસલામતના દાવા કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.