અમદાવાદ:મેટ્રો માટે થલતેજ સિવાય તમામ વિસ્તારમાં જમીન સંપાદન પૂર્ણ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુલેટ ટ્રેન અમદાવાદમાં સાબરમતીથી ગેરતપુર સુધી રેલવે ટ્રેકની બાજુમાંથી પસાર થશે. - Divya Bhaskar
બુલેટ ટ્રેન અમદાવાદમાં સાબરમતીથી ગેરતપુર સુધી રેલવે ટ્રેકની બાજુમાંથી પસાર થશે.
  • થલતેજમાં 1 કિમીની જમીન સંપાદનનો મુદ્દો કોર્ટમાં છે
  • બુલેટ ટ્રેન માટે સાબરમતીથી ગેરતપુર સુધીની જમીન રેલવે પાસેથી લેવાઈ

શહેરના વિકાસ માટે મહત્વના બે પ્રોજેક્ટ બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન માટે જમીન સંપાદનની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે. જો કે હાલમાં મેટ્રો ટ્રેનના રૂટ પર ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં થલતેજ ગામમાં જમીન સંપાદનનો મુદ્દો કોર્ટમાં હોવાથી લગભગ 1 કિલોમીટર જમીન સંપાદન બાકી છે. જેના કારણે આ રૂટ પૂર્ણ થવામાં વિલંબ થશે.

જમીન સંપાદન કામ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે, બુલેટ ટ્રેન અમદાવાદમાં સાબરમતીથી ગેરતપુર સુધી રેલવે ટ્રેકની બાજુમાંથી પસાર થશે. જેના માટે જમીન રેલવે પાસેથી મેળવવાની હતી. તેથી આ રૂટ પર જમીન સંપાદનમાં મોટી સમસ્યા ન હતી. ફક્ત કેટલીક જગ્યાએ રેલવે ઓફિસો તેમજ સિગ્નલ સિસ્ટમ સહિત અન્ય કેબલો એનએચઆરસીએલ દ્વારા અન્યત્ર શિફ્ટ કરી આપવામાં આવતા રેલવે દ્વારા જરૂરી જમીન સોંપી દેવામાં આવી છે. એજરીતે શહેરમાં મેટ્રો ટ્રેનના ફર્સ્ટ ફેઝમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી ઇસ્ટ વેસ્ટ કોરિડોર તેમજ એપીએમસીથી મોટેરા ગામ સુધીના નોર્થ સાઉથ કોરીડોર મળી બે રૂટ પર કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...