ઉજવણી:મણિનગરમાં કુમકુમ સ્વામિનારાયણ સંસ્થાના 37 વર્ષ પૂર્ણ, ભગવાનને વિશિષ્ટ શણગાર કરાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ દેશ અને વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો: સાધુ પ્રેમવત્સલદાસજી

આજે 26મી મેના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કુમકુમ સંસ્થાનો પ્રારંભ કર્યો તેને 37 વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે ભગવાનને વિશિષ્ટ શણગાર સજવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી દ્વારા કુમકુમ સંસ્થા કેવી રીતે ઉભી થઈ તે જાણી શકાય તે માટેની વીડીયો ક્લીપ તૈયાર કરી હતી. જે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવી હતી. જેનો દેશ વિદેશના ભકતોએ લાભ લીધો હતો.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિરો, શાસ્ત્રો અને સંતો છે. વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિનો પ્રચારને પ્રસાર થાય એટલા માટે કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અને તેમના ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ ઈ.સ. 1948માં પધાર્યાં હતા. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અનેક વખત યુ.એસ.એ, કેનેડા, દુબઈ આદી દેશોમાં પણ વિચરણ કર્યું છે. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ યુરોપના લંડનમાં પણ મંદિરની સ્થાપના કરી છે.

વર્ષ 2014 માં બ્રિટીશ સાંસદમાં તેમનું માનનીય બોબ બ્લેકમેન દ્વારા સન્‍માન કરવામાં આવ્યું હતું અને હાઉસ ઓફ લોડ્સ તથા હાઉસ ઓફ કોમનમાં તેમની પધરામણિ કરવામાં આવી હતી. આમ,શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એ 100 વર્ષ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો સચવાય અને ભારતીય સંસ્કૃતિનો પ્રચારને પ્રસાર થાય તે માટે અથાગ પ્રયત્નો કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી સંતોના જે નિયમો છે અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ રચેલ ત્યાગીના બંધારણના સિદ્ધાંતો છે તેને સાચવવાને માટે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી દ્વારા આ કુમકુમ સંસ્થાની સ્થાપના કરી.

આ કુમકુમ સંસ્થા દ્વારા પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ અને લંડન ખાતે પણ મંદિરો સ્થાપવામાં આવેલા છે. આ કુમકુમ મંદિરે આજદિન સુધી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આમ જનતાને ધાર્મિક, શૈક્ષણિક, તેમજ સામાજીક ક્ષેત્રે ખૂબ જ સહાય કરી છે. પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ જેવી કે મુક્તજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, દર રવિવારે સત્સંગસભા, સત્સંગ શિબિર,યુવાસભા, બાળસભા, કથા - પારાયણો, મહાયજ્ઞો, માસિક મુખપત્ર એવું શ્રી સ્વામિનારાયણ દિગ્વિજયનું પ્રકાશન, આવી વિવિધતાભરી ધાર્મિક પ્રવૃતિઓ આ સંસ્થા ચલાવી રહી છે.

ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર ને પ્રસારનું કાર્ય કરવામાં માટે સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને કુમકુમ મંદિરના સંસ્થાપક શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સંવત્‌ 1947 આફ્રિકા પધારી સેવા અર્પી છે. ભારતમાં ઠેર - ઠેર સંસ્કૃતિના આધારસ્તંભો સમા મંદિરોના પાયા નાંખવા માટે કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને જમ્યા છે અને ઉઘાડા પગે ધોમધખતા તાપમાં માથે પોટલા ઉપાડીને ઘૂમ્યાં છે અને સત્સંગની અહેલક વગાડી છે.જેના ફળસ્વરુપે અનેક યુવાનોમાં ધર્મના સંસ્કારો ખીલી ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...