તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Complaints Were Registered Against 52 People For Turning Counter Tickets Into E tickets; Checking Of People Traveling On Bogus E tickets Was Carried Out

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ ટિકિટ કૌભાંડ:કાઉન્ટર ટિકિટ ઇ-ટિકિટમાં ફેરવવા મામલે 52 લોકો સામે ફરિયાદ નોંધાઈ; બોગસ ઇ-ટિકિટ પર મુસાફરી કરતા લોકોનું ચેકિંગ હાથ ધરાયું

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • કોલકાતાના દલાલો તત્કાલ ક્વોટામાં કન્ફર્મ ટિકિટ લઈને તેને ઈ-ટિકિટના ફોર્મેટમાં ભરી અમદાવાદના પેસેન્જરોને મોકલતા હતા

અમદાવાદથી કોલકાતા સહિત પૂર્વોત્તર રાજ્યોમાં જતા પેસેન્જરોની સંખ્યા વધુ હોવાથી ટ્રનો હાઉસફુલ જઈ રહી છે, જેના પગલે પેસેન્જરોને ટિકિટ ન મળતા તેઓ દલાલોનો સહારો લે છે અને લૂટાયં છે. આવું જ એક ટિકિટોનું કૌભાંડ પકડાયું છે.

કોલકાતાના દલાલોએ સિનિયર સિટિઝન ક્વોટા અને તત્કાલ ક્વોટામાં કન્ફર્મ ટિકિટ લઈ તેની સંપૂર્ણ માહિતી ખોટી રીતે ઈ-ટિકિટના ફોર્મેટમાં ભરી અમદાવાદના પેસેન્જરોને સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલી આપે છે. આ ટિકિટ લઈ પેસેન્જરો ટ્રેનમાં મુસાફરી કરતા હોવાનું રેલવેના ધ્યાને આવતા કોમર્શિયલ વિભાગના ઉચ્ચ અધિકારીના નેતૃત્વમાં કોલકાતા તરફ જતી ટ્રેનોમાં ચેકિંગ અભિયાન ચલાવાયું હતું, જેમાં બોગસ ઈ-ટિકિટ પર મુસાફરી કરતા 52 લોકો સામે 2 દિવસમાં ફરિયાદ નોંધવાની સાથે તેમની પાસેથી 6 લાખ રૂપિયાથી વધુ દંડ વસૂલ કરાયો હતો.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, ગત વર્ષે અમદાવાદના દલાલોએ આ જ પદ્ધતિથી ટિકિટો લઈ ઉત્તર ભારતના પેસેન્જરો સુધી પહોંચાડી હતી, જેની મદદથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન આવા પેસેન્જરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. હવે આ જ દલાલોએ કોલકાતાના દલાલો સાથે મળી ત્યાંથી ટિકિટો બુક કરી તેને ખોટી રીતે ઈ-ટિકિટમાં કન્વર્ટ કરી અમદાવાદના પેસેન્જરોને વધુ િકમતે આપી રહ્યા છે. આ માહિતી મળતા આસિસ્ટેન્ટ કોમર્શિયલ મેનેજર અતુલ ત્રિપાઠીના નેતૃત્વમાં કોલકાતા જતી ટ્રેનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 1 મેના રોજ 28 કેસ તેમજ 3 મેના રોજ 24 કેસ નોંધવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો