અનલોકના સાઇડ ઇફેક્ટ્સ:ઘરેલુ હિંસા તેમજ પતિ-પત્ની વચ્ચે ભંગાણની મહિલા હેલ્પલાઈનને મળતી ફરિયાદો વધી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેટલાક કિસ્સામાં લગ્નેત્તર સંબંધો કે આર્થિક સંકડામણ જેવાં કારણ જવાબદાર

લૉકડાઉન દરમિયાન પરિવારમાં મહિલાઓ પર ઘરેલુ હિંસાના કિસ્સા વધી રહ્યા હતા પરતું લૉકડાઉનને પગલે સહન કરીને ઘરમાં રહેતી મહિલાઓ અનલૉક બાદ ઘર અને વર છોડીને જતા રહેવાના કિસ્સા વધી ગયા છે. 181 અભયમ હેલ્પલાઇનમાં મહિલાઓના ઘર છોડી જવાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા હોવાનું નોંધાયુ છે. તો કેટલાક કિસ્સામાં પતિ દ્વારા મહિલાઓને છોડી દેવાના કિસ્સા પણ વધ્યા છે. મહિલાઓ સામે ઘરેલુ હિંસાના કિસ્સામાં પણ વધારો થયો છે. જો કે, દરેક કિસ્સામાં ફરિયાદ થતી હોતી નથી.

કિસ્સો 1ઃ 27 વર્ષના લગ્નજીવન બાદ પતિ પડોશી મહિલા સાથે રહેવા લાગ્યો
નરોડા વિસ્તારમાં રહેતા રોશનીબેને રડતાં રડતાં હેલ્પલાઇનને ફોન કરી જણાવ્યું હતું કે, તેના લગ્નને 27 વર્ષ થયા છે. તેના પતિને પાડોશી મહિલા સાથે પ્રેમસંબંધ બંધાતા બન્ને વચ્ચે ઝઘડો થતો હતો. તેણે હેલ્પલાઇનને પતિની પ્રેમિકાથી પીછો છોડાવવા મદદ માગી હતી.લૉકડાઉન દરમિયાન પતિ અને પાડોશી મહિલાના પ્રેમ પ્રકરણને બંધ કરવા સમજાવવામાં આવી હતી પરતું તેના પતિએ પત્નીને ઘરની બહાર કાઢી મુકી હતી.181 હેલ્પલાઇને પતિને લગ્નેતર સંબંધ અંગે સમજાવતા તેણે ઘર બદલીને બીજે જવું પડ્યું હતું.

કિસ્સો 2ઃ ગામડે જવાનું કહી પતિએ બીજા રાજ્યમાં બીજું ઘર માંડ્યું
ગોરખપુરમાં રહેતી આશાના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. તેનો પતિ અમદાવાદની કંપનીમાં નોકરી કરતો હતો અને આશા બંગલામાં ઘરકામ કરતી હતી. લોકડાઉન દરમ્યાન તેનો પતિ ગોરખપુર જવાનું કહીને જતો રહ્યો હતો. દરમિયાનમાં આશા ગર્ભવતી હોવાથી તેના પતિને અમદાવાદ બોલાવતી હતી પરતું તેનો પતિ આવતો નહોતો. ભાડે રહેતા હોવાથી 3 મહિનાનું ભાડું નહીં આપતા આશાએ ઘર ખાલી કરવું પડ્યું. 9 મહિનાની ગર્ભવતી હોવાથી તેની સ્થિતિ કફોડી હતી. તે રેલ્વે સ્ટેશન પર રડતી મળી આવી હતી. હેલ્પલાઇને તેની થેલીમાં સામાન જોતા તેના પતિનો નંબર મળી આવ્યો હતો. તેણે તપાસ કરતા તેનો પતિ બીજા રાજ્યમાં અન્ય મહિલા સાથે રહેતો હતો.

કિસ્સો 3ઃ પતિ જુગારના રવાડે ચઢતાં પત્ની મુશ્કેલીમાં
25 વર્ષથી ટિફિનનો ધંધો કરી રહેલા પતિ-પત્ની ખૂબ સારું કમાતા હતા. લોકડાઉન દરમિયાન પતિને ઓનલાઇન જુગાર રમવાની આદત પડી ગઇ હતી. ટિફિન સર્વિસમાંથી 3 લાખ બચાવ્યા હતા તે પતિએ ઓનલાઇન જુગારમાં ઉડાવી દેતા છેવટે કંટાળીને પત્નીએ અભયમની મંદદ માગી હતી. હેલ્પલાઇને તેના પતિને સમજાવતા પતિએ કહ્યુ કે મારે 30 હજારનું દેવું થયંુ છે તે ચુકવી દીધા પછી હું કામધંધે લાગીશ. આ વાતથી કંટાળીને પત્ની ઘર છોડીને જતી રહી હતી. (પાત્રોનાં નામ બદલ્યા છે.)

અન્ય સમાચારો પણ છે...