તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ખોટા ‘પાન’થી થયેલા વ્યવહારોની ફરિયાદ GST પોર્ટલ પર થઈ શકશે, ખોટા દસ્તાવેજોથી થતી કરચોરી રોકવામાં મદદ મળશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન ફરિયાદ કરનારે આધાર નંબર દર્શાવવો ફરજિયાત

જીએસટીમાં કરચોરી તેમજ આઇટીસી ચોરીની તપાસમાં ખોટા દસ્તાવેજો સામે આવે છે. આવા કૌભાંડમાં ઉપયોગમાં લેવામાં આવતા પાન નંબર અંગે હવે કરદાતા જીએસટીની ઓનલાઇન પોર્ટલ પર ફરિયાદ કરી શકશે. ફરિયાદીએ ફરિયાદ કરતી વખતે આપવો ફરજિયાત છે.

જીએસટીમાં છેલ્લા ઘણા સમયથી ખોટા પાન નંબર ઉપર જીએસટી નંબર મેળવી કૌભાંડ કરાતું હતું. જ્યારે ડિપાર્ટમેન્ટ તપાસ કરે ત્યારે તે નંબર જે વ્યક્તિનો હોય તેને આ વ્યવહાર અંગે જાણ જ ન હોવાનું બહાર આવ્યું હતું. જેથી આવા નંબર કેન્સલ કરવા માટે આવા વ્યવહારોની કોઇ વ્યક્તિને ખબર પડે ત્યારે તેને જીએસટી ડિપાર્ટમેન્ટને ક્યાં ફરિયાદ કરવી તેની જાણકારી હોતી નથી. આવા વ્યવહારોને લઇ કરદાતાઓ દ્વારા ચીફ કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવતી હતી.

ઓનલાઇન કોઇ સગવડ ન હોવાથી ડિર્પાટમેન્ટ કોઇ પગલા લેતું ન હતું. આમ ડિપાર્ટમેન્ટ કોઇ વ્યક્તિનો પાન નંબર ખોટી રીતે ઉપયોગ કરતા હોય તો જીએસટી પોર્ટલ ઉપર તેને લગતી ફરિયાદનું ફોર્મ ભરી ફરિયાદીની જન્મ તારીખ, સરનામું, ઇ-મેઇલ આઇડી અને ફોન નંબર લખી ઓનલાઇન ફાઇલ કરી શકશે. આ ફોર્મ ભરતી વખતે ફરિયાદીના ઇ-મેઇલ આઇડી પર ઓટીપી આવશે. ફરિયાદીના આધાર કાર્ડ સાથે કનેકટ કરવું પડશે. આ ફરિયાદ મળવાથી ડિપાર્ટમેન્ટ ખોટા પાન નંબરને રદ કરી જરૂરી તપાસનો આદેશ કરી શકશે. આમ ખોટી રીતે પાન નંબરનો ઉપયોગ કરતી વ્યક્તિઓ પર જીએસટીની તબાહી આવશે.

અન્ય સમાચારો પણ છે...