કોંગ્રેસનો આક્ષેપ:2010માં ગુજરાતમાં ફોન ટેપની ફરિયાદો અને હાલના પેગાસસ જાસૂસીનું અમદાવાદ કનેક્શન છે કે કેમ? તે તપાસ થવી જોઈએ: અર્જુન મોઢવાડિયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અર્જુન મોઢવાડિયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
અર્જુન મોઢવાડિયાની ફાઈલ તસવીર
  • માત્ર ત્રાસવાદીઓની માહિતી મેળવવા સરકારને વેચાતું પેગાસસ સોફટવેર નાગરીકોની જાસુસી કરવામાં વપરાયું: કોંગ્રેસ
  • પેગાસસ સોફટવેરની ખરીદી અને જાળવણી પાછળ એક મોબાઈલ ફોન દીઠ રૂ.90 લાખનો ખર્ચ થાય: કોંગ્રેસ

ભારતમાં મંત્રીઓ, વિપક્ષના નેતાઓ, પત્રકારો, કાયદાકીય બાબતો સાથે સંકળાયેલા અગ્રણીઓ, બિઝનેસમેન, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, એક્ટિવિસ્ટ સહિત આશરે 300 લોકોની જાસૂસી કરવામાં આવી છે. ધ વાયરના એક અહેવાલ પ્રમાણે, આ પૈકી આશરે 40 પત્રકારનો સમાવેશ થાય છે. તેમની પર ફોન મારફત ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દેશ-દુનિયાને હચમચાવતા પેગાસસ સોફ્ટવેરથી ફોન હેકીંગ મામલે સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.

કોંગ્રેસનો પેગાસસ માલવેરથી જાસૂસી મામલે સરકાર પર આક્ષેપ
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ઈઝરાલના NSO કંપનીના પેગાસસ સોફટવેર દ્વારા ફ્રાંસમાં પત્રકારો અને રાજકારણીઓના ફોન હેકીંગ કરવાની ઘટાનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ભારતમાં આ પેગાસસ માલવેર દ્વારા 300 જેટલા મહાનુભાવોના ફોન હેક કરીને જાસુસ કરાઈ હતી. તેવી ઘટનાનો સ્વીકાર કરવાનો જ ભાજપની સરકાર ઈન્કાર કરી રહી છે. પેગાસીસ દ્વારા કર્ણાટક અને મધ્યપ્રદેશની ચુંટાયેલ સરકારને ઉથલાવવામાં કોંગ્રેસના આગેવાનોના ફોન હેક કરીને જાસુસી કરાઈ હતી. ઉપરાંત ચુંટણી પંચના કમિશ્નર લવાસાનો ફોન હેક કરીને ચુંટણી પંચની પણ જાસુસી કરીને આખી ચુંટણી પ્રક્રિયાની સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરાયો હતો.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

2010ના અમદાવાદ ફોન ટેપિંગનું પેગાસસ કનેક્શનની તપાસવા માંગ
તેમણે વધુમાં આક્ષેપ કર્યો, પેગાસસ સોફટવેર દ્વારા કોઈના પણ ફોન ઉપર સાઈબર એટેક કરીને આખો મોબાઈલ ફોન જ હેક કરીને દુનિયાના અમુક દેશોની સરકારના વિરોધીઓ અને મહાનુભાવોની જાસુસી કરવાની ઘટના તો હમણાં બહાર આવી, પરંતુ અમદાવાદમાં કોઈ ઈઝરાઈલ કંપનીના હેકીંગ સોફટવેર મારફત અમદાવાદમાં જ સરકાર દ્વારા વિરોધીઓના મોબાઈલ ફોન હેક-ટેપ કરવાની શંકાઓ, ફરીયાદો અને અખબારી અહવાલો છેક 2010માં બહાર આવ્યા હતા. જે તે વખતની ગુજરાતની ભાજપ સરકારના મહાનુભાવોના ઈશારે આ ટેપિંગ ચોક્કસ અધિકારીઓ ઓપરેટ કરતા હોવાની ફરીયાદો હતી જ. આ પેગાસસ સોફટવેરનું અમદાવાદ કનેકશન શું છે, તેની તપાસ થવી જોઈએ.

આ તસવીર પ્રતિકાત્મક છે.
આ તસવીર પ્રતિકાત્મક છે.

ગુજરાતમાં પણ ફોન ટેપિંગ થયાનો આક્ષેપ
ગુજરાતમાં 2002માં ભાજપના આગેવાન હરેન પંડયા તથા કોંગ્રેસના આગેવાનોના ટેલીફોન ટેપ કરવાની સુચનાઓ જે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આપી હતી તે રેકોર્ડ ઉપર મૌજુદ છે. 2009માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સુચનાથી એક યુવતીની જાસુસી કરવામાં આવી હતી. આ બાબતે સુચનાઓ અપાયાની ફોન ઓડીયો ટેપ એક આઈ.પી.એસ. અધિકારી દ્વારા સી.બી.આઈ.માં સુપ્રત થઈ હતી. 2012માં આઈ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટને ફસાવવા માટે મારા મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ ગેરકાનુની રીતે મેળવવામાં આવી હતી અને આજે પણ ભાજપ-કોંગ્રેસ તથા અધિકારીઓ-પત્રકારોની કોલ ડીટેઈલ મેળવવામાં આવી રહી છે.

સોફ્ટવેરની ખરીદીનો ખર્ચ કોના શીરે?
પેગાસસ સોફટવેરની ખરીદી અને જાળવણી પાછળ એક મોબાઈલ ફોન દીઠ રૂ.90 લાખનો ખર્ચ થાય છે. આ ખર્ચ સરકાર કયા હેડમાં ઉધારે છે? કે પછી આ ખર્ચ ભારત સરકારના કોઈ જાહેર સાહસ કે ખાનગી ઉદ્યોગગૃહ દ્વારા મેળવાય છે? કે પછી આ ખર્ચ કોઈ ખાનગી ઉદ્યોગ ગૃહ કે ભારત સરકારનું સ્વાયત એકમ ભોગવે છે. આ બાબતે સર્વાંગી તપાસ જરૂરી છે.