ગુજરાત ચેમ્બર ખાતે સેમિનારનું આયોજન:નવા નિયમોને લીધે પ્લાસ્ટિક ઉદ્યોગને નુકસાનની ફરિયાદ, દરેક ઘરથી જ પ્લાસ્ટિક પર નિયંત્રણનું સૂચન

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત રાજ્ય ઉત્પાદક સંઘ અને એનજીઓ પર્યાવરણ મિત્ર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, નવા નિયમના કારણે ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાન થાય છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ આર.બી. બારડે જણાવ્યું કે, પ્લાસ્ટિકનો વપરાશ તેમજ તેના નિકાલ વપરાશ કરતા અથવા દરેક ઘરેથી થવું જોઇએ. સિંગલ યુઝ પ્લાસ્ટિકની વધુ સારી દેખરેખ અને નિયંત્રણ માટે ત્રણ વેબસાઇટ અને એક મોબાઇલ એપ્લિકેશનની વિગતો આપી. જીપીસીબીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હેલ્પ લાઈન નં. (079)23262707 પર સંપર્ક માટે જણાવ્યું હતું.

જીસીસીઆઇના પ્રેસિડન્ટ પથિક પટવારીએ જણાવ્યું કે, ભારત વિશ્વમાં સૌથી ઓછું પ્લાસ્ટિકનો વપરાશ કરે છે, ભારત વૈશ્વિક સ્તરે ટોચના 10 પ્લાસ્ટિક વપરાશ કરનારા દેશોમાં પણ નથી, પરંતુ પર્યાવરણને બચાવવા માટે જરૂરી પગલાં લેવા જોઇએ. પર્યાવરણની સાથે ઉદ્યોગો, રોજગાર બચાવવાનો માર્ગ શોધવાનો છે.

અન્ય સમાચારો પણ છે...