ચૂંટણી પંચને ફરિયાદ:રિક્ષા પાછળના બેનરોની ફરિયાદો ધ્યાને ન લેવાતી હોવાનો આક્ષેપ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોંગ્રેસ અને આપની ચૂંટણી પંચને ફરિયાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો દ્વારા રિક્ષા પાછળ બેનરો અને રાજકીય પક્ષોના બોર્ડની ફરિયાદો નોંધાયા બાદ નિકાલ થતો નહીં હોવાનું જણાવી જિલ્લા ચૂંટણી વિભાગ વિરૂદ્ધ રોષ ઠાલવવામાં આવ્યો છે. કોંગ્રેસ અને આપના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, કંટ્રોલરૂમમાં કર્મચારીઓ પોતાની રીતે કામ કરે છે. ફરિયાદોનું રોજબરોજ મોનિટરિંગ થવું જોઇએ, પરંતુ જિલ્લા ચૂંટણી અધિકારીઓ કોઇ નોંધ લેતા નથી .

ચૂંટણી પંચે આપેલી સૂચના મુજબ પ્રત્યેક ફરિયાદો માટે અલગ અલગ કમિટીની રચના કરવા સહિત કંટ્રોલરૂમ ઉભા કરાયા છે. જેના સંપૂર્ણ સંચાલનની જવાબદારી જિલ્લા ચૂંટણી અધિકારીઓની છે. વિવિધ કામગીરીની વહેંચણી કરી હોવા છતાં ગત વખત કરતા આ ‌વખતે અધિકારીઓ પર વધુ દબાણ હોવાનું મનાય છે.

ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ કોઇ પણ વાહન પાછળ કે વિવિધ વિસ્તારોમાં નિયમ વિરૂદ્ધ રાજકીય પક્ષોના બેનરો હોય તો દૂર કરવાના હોય છે, પરંતુ અમદાવાદમાં હજી પણ કેટલાય વિસ્તારોમાં જાહેર કે સોસાયટીઓની દીવાલો પર ઉપરાંત જાહેર સ્થળોએ રાજકીય પાર્ટીના બેનરો તેમજ બોર્ડ જોવા મળી રહ્યા છે. જેની ફરિયાદ કંટ્રોલરૂમમાં કરવામાં આવ્યા પછી પણ દૂર થતાં નહીં હોવાનો કોંગ્રેસ અને આપના આગેવાનોએ આક્ષેપ કર્યો છે.

મળતી ફરિયાદોનો યોગ્ય રીતે નિકાલ કરાય છે
કોઇ પણ ફરિયાદ જેતે વિસ્તારની ટીમને મોકલાય છે. મ્યુનિ.કોર્પોરેશનની ટીમો બેનરો દૂર કરી રહી છે. ફરિયાદોનું મોનિટરિંગ થાય છે. હજી સુધી અમારા સુધી કોઇ ફરિયાદો આવી નથી.

અન્ય સમાચારો પણ છે...