નવતર પ્રયોગ:ગુજરાતમાં પાણીને લગતી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવા હવે ટોલ ફ્રી નંબર ‘1916’ પર ફરિયાદ કરી શકાશે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આ ઉપરાંત જો ક્યારેક આ નંબર વ્યસ્ત આવે તો 1800 233 3944 ઉપર પણ ફરિયાદ કરી શકાશે
  • https://ws.gujarat.gov.in/ આ લિન્કમાંથી ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા સરકારે ‘1916’ ટોલ ફ્રી નંબરની જાહેરાત કરી છે. જેમાં કોઇ પણ વ્યક્તિ કે જેને પીવાના પાણીની સમસ્યા હોય તે પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ હેલ્પલાઇન નંબર 24 કલાક ચાલુ રહેશે. ગુજરાત પાણી પુરવઠા વિભાગે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પીવાના પાણીને સંબંધિત તમામ તકલીફ જેવી કે હેન્ડપંપ રિપેરિંગ, મીની પાઇપનું રિપેરિંગ અને વ્યક્તિગત કે જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આપવામાં આવતા પાણી અંગેની પણ કોઇપણ ફરિયાદ નાગરિક આ ટોલ ફ્રી નંબર પર નોંધાવી શકશે.

ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાશે
ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઈપલાઇનમાં ભંગાણ કે લીકેજ હોય કે પછી પાણીની ચોરી થતી હોય અથવા કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો વ્યય થતો હોય તેવા કિસ્સામાં પણ નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધવાની સુવિધા પણ આપવામાં આવી છે. ઓનલાઈન ફરિયાદ https://ws.gujarat.gov.in/ વેબસાઈટના New Complaint સેક્શનમાં જઈને નોંધાવવી પડશે. જો કોઈ કિસ્સામાં ટોલ ફ્રી નંબર ‘૧૯૧૬’ વ્યસ્ત જણાય તો આવા કિસ્સામાં નાગરિકો અન્ય નંબર 1800 233 3944 ઉપર પણ ફરિયાદ નોંધાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...