• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Complaints Can Be Made Directly To The Chancellor In Case Of Theft; Examination From February 15 At 200 Centers, 200 Observers Appointed

GTUની ઓફલાઇન પરીક્ષા:ચોરી થાય તો સીધી કુલપતિને ફરિયાદ થઈ શકશે; 200 કેન્દ્ર પર 15 ફેબ્રુઆરીથી પરીક્ષા, 200 નિરીક્ષક નિમાયા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

જીટીયુની 15મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ઓફલાઈન પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કુલપતિના સંકલન સાથેની સિક્રેટ સ્ક્વોડની રચના કરાઈ છે. અમદાવાદ સહિતના રાજ્યના 200 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે. ગેરરીતિ અટકાવવા 200 નિરીક્ષકની નિમણૂક કરાઈ છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ચોરી થતી હોવાની ફરિયાદ કુલપતિને ફોનના માધ્યમથી કે ઓનલાઈન ફરિયાદ થઈ શકશે. કુલપતિ કાર્યાલયને ઓનલાઈન ફરિયાદ મળ્યા બાદ કુલપતિ સાથે સંકલન ધરાવતી સિક્રેટ સ્કવોડને જે પરીક્ષા કેન્દ્રમાં ચોરી થતી હોવાની ફરિયાદ મળી જશે. તે પરીક્ષા કેન્દ્રમાં સિક્રેટ સ્ક્વોડને ચોરી કે ગેરરીતિની તપાસ માટે મોકલવામાં આવશે.

5 ઝોનમાં 10થી વધુ સ્ક્વોડ ગોઠવાશે
15મીથી શરૂ થતી પરીક્ષા માટે ગેરરીતિ રોકવા5 ઝોનમાં આશરે પ્રત્યેક ઝોનની બે સ્ક્વોડના હિસાબે કુલ 10 સ્કવોડ કાર્યરત કરાશે. પ્રત્યેક સ્કવોડમાં બે સભ્યોનો સમાવેશ કરાશે. કુલપતિ કાર્યાલયના સીધા સંકલન સાથે સિક્રેટ સ્ક્વોડને કાર્યરત કરાશે. - ડો. નવીન શેઠ,કુલપતિ જીટીયુ

અન્ય સમાચારો પણ છે...