વ્યાજખોરોનો ત્રાસ:ઉઘરાણી માટે ધમકી આપતા બે વ્યાજખોર સામે ફરિયાદ, વારંવાર ફોન કરીને હેરાન કરતા હતા

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરમતીના યુવકે જરૂર માટે પૈસા ઉછીના લીધા

સાબરમતીમાં રહેતા અને કાલુપુરમાં દુકાન ધરાવી વેપાર કરતા યુવાને ઉછીના લીધેલા પૈસાની ઉધરાણી માટે 2 વ્યાજખોરો અવારનવાર ફોન કરીને ધાક-ધમકી આપતા હતા. વ્યાજખોરોનો ત્રાસ હદપાર વધી જતા આખરે યુવાને બંને વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સાબરમતીના રામનગરમાં આવેલા શાલીભદ્દ ફલેટમાં રહેતો સંયમ શાહ (ઉં.25) કાલુપુરમાં દુકાન ધરાવે છે. સંયમને પૈસાની જરૂર હોવાથી તેણે મિત્ર પરેશ દેસાઈ પાસેથી રૂ.40 હજાર ઉછીના લીધા હતા, જ્યારે 5 મહિના પહેલા નકુલ શાહ પાસેથી રૂ.25 હજાર લીધા હતા. નકુલ માટે પૈસાની ઉઘરાણી અંકિત ઠાકોર સંયમ પાસેથી કરતો હતો.

લગભગ 2 મહિના પહેલા મફાભાઈ પૈસાની ઉઘરાણી માટે સંયમના ઘરે આવ્યા હતા. જોકે સંયમ પાસે પૈસા ન હોવાથી પૈસા આવશે ત્યારે આપી દેવાનું કહ્યું હતું. ત્યારબાદ મફાભાઈ અને અંકિત ફોન પર અવારનવાર પૈસાની ઉઘરાણી કરતા હતા તેમજ સંયમને ધમકી પણ આપતા હતા. છેલ્લા 2 મહિનાથી આ બંને જણાં પૈસાની ઉઘરાણી માટે ધમકીઓ આપીને હેરાન પરેશાન કરતા હોવાથી આખરે સંયમે બંને વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...