અધિકારી ફરકતા પણ નથી:જમાલપુરના શિવ મંદિરમાં દર ચોમાસે પાણી ભરાવાની ફરિયાદ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
જમાલપુરના પ્રાચિન શિવ મંદિરમાં 5 ફૂટ ગટરનું પાણી ભરાયું. - Divya Bhaskar
જમાલપુરના પ્રાચિન શિવ મંદિરમાં 5 ફૂટ ગટરનું પાણી ભરાયું.
  • 100 વર્ષ જૂના આ મંદિરનો હેરિટેજ સ્મારકમાં પણ સમાવેશ
  • ગંદા પાણીને કારણે ત્રણ મહિના મંદિર બંધ રાખવું પડે છે

જમાલપુર જગન્નાથ મંદિર પાસે આવેલા સોમનાથ મહાદેવ મંદિરની તસવીરો સામે આવી છે. ચોમાસા દરમિયાન મંદિરની અંદર પાંચ ફૂટ સુધી વરસાદી અને ગટરનું પાણી ભરાયેલું રહે છે. મંદિરની સફાઈ માટે સ્થાનિકો મ્યુનિ.માં અરજી કરીને થાકી જાય છે, પણ ત્યાં એક પણ ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા અધિકારી ફરકતા નથી.

100 વર્ષ કરતા પણ જૂના આ મંદિરને સરકારે હેરિટેજ સ્મારક તરીકે પણ જાહેર કરેલું છે. શિવ મંદિરમાં છેલ્લા ત્રણ વર્ષથી પૂજા કરતા વિશાલ ભટ્ટીએ કહ્યું કે, આ સ્થિતિ દર વર્ષની છે. ચોમાસાના ત્રણ મહિના મંદિર બંધ રાખવું પડે છે. મ્યુનિ.માં સંખ્યાબંધ ફરિયાદ કરી છે, પણ તેનો કોઈ કાયમી ઉકેલ આવી રહ્યો નથી.

દર વર્ષે સ્થાનિક લોકોના સહયોગથી મંદિરની ગંદકીની સફાઈ કરાય છે. મ્યુનિ.એ ગુરૂવારે પ્રથમ વખત મંદિરમાંથી પાણી ખેંચવાની કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...