ફરિયાદ:અમદાવાદમાં એરપોર્ટથી રાત્રે ઘરે જઈ રહેલા યુવક સાથે પોલીસે ગુનેગાર જેવું વર્તન કર્યાની ફરિયાદ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • યુવકે સોશિયલ મીડિયા પર ટ્રાફિક ડીસીપીને ટેગ કરીને ઘટનાની જાણ કરી
  • સેટેલાઈટની ઘટના અંગે યુવકની રજૂઆતના આધારે એસીપીને તપાસ સોંપવામાં આવી

ફ્લાઈટમાં કલકત્તાથી અમદાવાદ આવેલા યુવાનને મોડી રાત્રે સેટેલાઈટ શિવરંજની ચાર રસ્તા પાસે પોલીસે રોક્યો હતો. પોલીસે યુવાનની ઉલટ પુછપરછ કરી તેની પાસે રહેલી બે બેગ ચેકિંગ કરવાના બહાને યુવાનને લગભગ બેથી અઢી કલાક સુધી બેસાડી રાખ્યો અને ગુનેગાર જેવું ઉદ્ધતાય જેવું વર્તન કર્યું હતું. પોલીસની આ વર્તણૂક અંગે યુવાને ટ્રાફિક ડીસીપી સફીન હશનને ટેગ કરીને ટ્વીટ કરી પોતાની સાથે થયેલા અનુભવો દર્શાવ્યા હતા.

આ અંગે ઝોન-7 ડીસીપી બી યુ જાડેજાએ જણાવ્યું હતું કે આ ઘટના આનંદનગર વિસ્તારની હદમાં બની હોવાનું ભોગ બનનારની પુછપરછમાં જાણવા મળ્યું છે. જેના આધારે એસીપી એસએમ પટેલને ઈન્ક્વાયરી સોંપવામાં આવી છે. હાલમાં ભોગ બનનાર યુવાન દ્વારા કરવામાં આવેલી રજૂઆતના આધારે તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ ઘટના શુક્રવારે વહેલી સવારે 4 વાગ્યે બની હોવાથી આ સમયે આનંદનગર પોલીસ સ્ટેશનના કયા પોલીસ કર્મચારીઓ શિવરંજની ચાર રસ્તાની આસપાર ફરજ પર હાજર હતા તેની યાદી મેળવવામાં આવી છે. કર્મચારીઓની ઓળખ થઈ ગયા બાદ તેમની પુછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર ઘટના કેવી રીતે બની તેનો ચિતાર મેળવવા ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...