ક્રાઇમ:જમાલપુરમાં યુવતીને એકાઉન્ટન્ટ તરીકે નોકરી પર રાખી ટ્યૂટરે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નિર્વસ્ત્ર ફોટો ફરતા કરવાની ધમકીનો પણ આક્ષેપ

જમાલપુરમાં રહેતી યુવતીને નોકરીએ રાખવાના બહાને એક યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીના નિર્વસ્ત્ર ફોટો-વીડિયો વહેતા કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આ અંગે યુવતીએ ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જમાલપુરમાં રહેતી 22 વર્ષીય યુવતી દાણીલીમડાના એક કોમ્પ્યુટર ક્લાસમાં ટેલિનો કોર્સ શીખવા જતી હતી. ટેલિનો કોર્સ પૂરો થતાં ટ્યૂટર ભાવેશ મહેતાએ યુવતીને પોતાની ઓફિસમાં એકાઉન્ટન્ટની નોકરી આપી હતી. પરિવારને મદદરૂપ થવા માટે યુવતી નોકરી કરતી હતી. એક દિવસ ઓફિસમાં યુવતી એકલી હતી ત્યારે ભાવેશે યુવતી સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ યુવતીએ તેના પરિવારને જાણ કરવાની વાત કરતાં ભાવેશે તેના ફોનમાં નિર્વસ્ત્ર ફોટો-વીડિયો ઉતાર્યા હોવાનું જણાવીને સોશિયલ મીડિયામાં વહેતા કરવાની ધમકી આપી હતી.

ત્યારબાદ યુવતીની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી ભાવેશ વારંવાર દુષ્કર્મ ગુજારતો રહેતો. તંગ આવેલી યુવતીએ પરિવારને જાણ કરતા ખોખરા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ભાવેશ વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકીનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...