તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સેટેલાઈટ-આનંદનગરમાંથી 15 હજારથી વધુ કિંમતની 3 સાઇકલ ચોરાતાં ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સેટેલાઈટમાં પિતા-પુત્રની 2 મોંઘી સાઇકલો ઘર પાસેથી જ ચોરાઈ ગઈ
 • સાઇકલ ચોરી કરનારી ગેંગ એક જ હોવાની આશંકા, CCTVના આધારે તપાસ

સેટેલાઈટ અને આનંદનગરમાં ઘરની બહાર પાર્ક કરેલી મોંઘી 3 સાઇકલોની ચોરી થતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આંબાવાડી પોસ્ટ ઓફિસ પાસેની મિથીલા સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ શાહ જમીન લે - વેચનો વ્યવસાય કરે છે. મે 2020માં પ્રવીણભાઈ એ રૂ.20 હજારની કિંમતની સાઇકલ ખરીદી હતી. જે તેમનો દીકરો પ્રસીલ ચલાવતો હતો. જ્યારે પ્રવીણભાઇએ 29 જાન્યુઆરી 2021ના રોજ બીજી રૂ.15 હજારની સાઇકલ ખરીદી હતી.

તા.4 ફેબ્રુઆરીએ રાતે 10 વાગ્યે પ્રવીણભાઈ અને પ્રસીલ સાઇકલીંગ કરવા ગયા હતા અને રાતે 10.30 વાગ્યે ઘરે આવ્યા હતા. બંનેએ ઘરે આવીને ઘર આગળ સાઇકલ મૂકી હતી. જ્યારે બીજા દિવસે બપોરે 2 વાગ્યે પ્રસીલને બહાર જવા માટે સાઇકલની જરૂર હોવાથી જઈને જોયું તો બંને સાઇકલ ન હતી. જેથી પ્રસીલે તેના પિતાને જાણ કરી હતી. તેમણે આસપાસમાં સાઇકલની તપાસ કરી હતી. પરંતુ નહીં મળતા આખરે પ્રવીણભાઈએ બંને સાઇકલની ચોરી થઇ હોવા અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે બીજી ઘટનામાં સેટેલાઈટ સત્યમ સ્ટેટસમાં રહેતા કનૈયાલાલ લાલવાણી એસ.જી. હાઈવે પરની યુકો બેંકના લોન ડિપાર્મેન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. કનૈયાલાલે 22-09-2020ના રોજ સાઇકલ ખરીદી હતી. તેમની દીકરી સ્નેહાએ તા.30 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યે બ્લોક આગળ પાર્કિંગમાં સાઇકલ પાર્ક કરી હતી. બીજા દિવસે સાંજે સાઇકલ જોવા મળી ન હતી. સોસાયટીમાં તેમજ આસપાસમાં તપાસ કરવા છતાં સાઇકલ નહીં મળતા આખરે આ અંગે કનૈયાલાલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો