તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂષિત પાણી:અમદાવાદના સરખેજ ગામમાં દારૂની ભેળસેળવાળું પાણી મળતું હોવાની લોકોની ફરિયાદ

અમદાવાદ25 દિવસ પહેલા
  • સરખેજ ગામના 4 વાસમાં 400 ઘરોમાં દારૂવાળું પાણી આવતું હોવાની ગ્રામજનોની ફરિયાદ

અમદાવાદ શહેરમાં એકતરફ પાણીજન્ય રોગોના કેસો સતત વધી રહ્યાં છે. ડ્રેનેજલાઇનના કારણે પીવાનું પાણી ગંદું આવે છે. પરંતુ અમદાવાદ શહેરમાં દારૂના ભેળસેળવાળું પાણી મળતું થયું છે. શહેરના સરખેજ ગામમાં દારૂવાળું મિક્સ પાણી આવતું હોવાની ફરિયાદ મળી છે.

400 ઘરોમાં દૂષિત પાણી જતું હોવાની ફરિયાદ
અમદાવાદના સરખેજ ગામમાં છેલ્લા એક મહિનાથી દારૂની વાસવાળું પાણી મળતું હોવાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. સરખેજના 4 વાસના 400 ઘરોમાં દારૂવાળું પાણી આવતી હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે.

ગામ લોકોના આક્ષેપ છે કે પાણીમાં દારૂની વાસ આવે છે
ગામ લોકોના આક્ષેપ છે કે પાણીમાં દારૂની વાસ આવે છે

દારૂની ભઠ્ઠીમાંથી નીકળતો પદાર્થ પાણીમાં ભેળવાય છે
અમદાવાદના સરખેજ ગામમાં દારૂની ભઠ્ઠીઓ હોવાના કારણે દૂષિત અને ભેળસેળવાળું પાણી આવતું હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે. ગામમાં દારૂની ભઠ્ઠીને કારણે સવારે પાણીમાં ભઠ્ઠીમાંથી નીકળતો નકામો પદાર્થ પાણીમાં ભેળવાય છે. જેના કારણે દારૂવાળું પાણી પીવા લોકો મજબૂર બને છે.

ગામમાં દારૂની ભઠ્ઠીઓ હોવાનો પણ ગામલોકો આરોપ લગાવે છે
ગામમાં દારૂની ભઠ્ઠીઓ હોવાનો પણ ગામલોકો આરોપ લગાવે છે