તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ફાઈનાન્સ કંપનીમાંથી લોન લઈ ભરપાઈ નહીં કરતાં ફરિયાદ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ત્રિપોલી મેનેજમેન્ટ કંપનીમાંથી માતા-દીકરાએ પાવર લૂમ મશીન ખરીદવા રૂ.17.52 લાખની લોન લીધી હતી. જેમાંથી રૂ.10.70 લાખની લોન ભરપાઈ કરી ન હતી અને લોન પર ખરીદેલા મશીન બારોબાર વેચી દેતાં કંપની મેનેજરે માતા-દીકરા વિરુધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

મકરબા સત્યદીપ હાઈટ્સમાં રહેતા જીગ્નેશ પ્રફુલભાઈ ઠાકર (37) શિવરંજની, ચિરિપાલ હાઉસમાં આવેલી ત્રિપોલી મેનેજમેન્ટ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીના ડિરેક્ટર વિશાલ ચિરિપાલ છે. ત્રિપોલી કંપની આરબીઆઈ દ્વારા પ્રમાણિત બેંકિંગ ફાઈનાન્સ કંપની છે. જે લોકોને નાનો-મોટો ધંધો શરૂ કરવા માટે પૈસાની જરૂર હોય તે લોકોને આ કંપની લોન પૂરી પાડે છે.

સિંગરવામાં આવેલી મશીન પાર્ટસ બનાવતી સાંઈ ટ્રેડર્સના માલિક દર્શન બાબુભાઈ મોદી અને તેની માતા મધુકાંતાબેન(રહે.દીપ ટેનામેન્ટ,નિકોલ)એ જાન્યુઆરી 2018 માં રૂ.31.86 લાખમાં 2 પાવર લૂમ મશીન ખરીદવા માટે ત્રિપોલી કંપનીમાંથી રૂ.17.52 લાખની લોન લીધી હતી.

થોડા સમય સુધી હપ્તા રેગ્યુલર ભર્યા પછી 2 વર્ષથી હપ્તા ભરવાનું બંધ કરી, આજદિન સુધીના રૂ.10.70 લાખ ના ચૂકવતાં કંપનીએ સાંઈ ટ્રેડર્સમાં તપાસ કરી તો ત્યાં શેડ કે મશીનરી નહોતા. જેથી જીગ્નેશ ઠાકરે દર્શન અને તેની માતા મધુકાંતાબેન વિરુધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...