તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:3 વર્ષ લિવ ઈનમાં રહ્યા બાદ મહિલાની પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેજની ફરિયાદ નોંધાવતા કોન્સ્ટેબલ સાથે આંખો મળી હતી
  • હોટેલમાં દુષ્કર્મ કર્યાનો આક્ષેપ, એલિસબ્રિજ પોલીસમાં ફરિયાદ

સાસરિયાં વિરુદ્ધ દહેજની ફરિયાદ નોંધાવવા ગુજરાત યુનિર્વસીટી પોલીસ સ્ટેશન ગયેલી મહિલા અને પોલીસ કોન્સ્ટેબલની આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 3 વર્ષ લીવ ઈનમાં રહ્યા બાદ વિવાદ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં સમાધાન થયું હતું. થોડા સમય બાદ મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ સામે એલિસબ્રિજ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

નારણપુરામાં રહેતા પલકબહેન (નામ બદલેલ છે) 2016માં સાસરિયાં વિરુદ્ધ દહેજની ફરિયાદ નોંધાવવા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગયા હતા. ત્યારે ત્યાં કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જામભા ડોડિયાએ ફરિયાદ નોંધીને પૂરતી મદદ કરી હતી. જેથી તે વખતે તે બંનેએ એક બીજાને નંબર આપ્યા હતા. ત્યારબાદ બંને એકબીજાને મળતા હોવાથી પ્રેમ સંબંધ બંધાયો હતો. 3 વર્ષ સુધી મહેન્દ્રસિંહ અને પલકબહેન લિવ ઈનમાં રહ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ થોડા સમય બાદ સમાધાન થઇ ગયું હતું.

બાદમાં તેઓ જુદી જુદી હોટેલોમાં મળતા હતા. દરમિયાનમાં 22 જૂન 2021એ મહેન્દ્રસિંહ પલકબહેનને એલિસબ્રિજની હોટલ ઓમ પેલેસના રૂમમાં લઈ ગયો હતો અને પલકબહેન સાથે દૂષ્કર્મ કર્યુ હતુ. આ અંગે પલકબહેને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ જામભા ડોડિયા વિરુદ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...